હાલ ગુજરાતમાં દારૂને લઈને મોટી મોટી ઘટના સામે આવી રહી છે. તેવામાં સુરતમાં દેસી દારૂ પકડાયો છે. સુરતમાં ચોપાટી પાસે આ દારૂ પકડાયો છે. જયારે ટ્રાફિક પોલીસ ગાડીઓ નું ચેકીંગ કરી રહ્યા હતા,ત્યારે એક ગાડીમાં દેશી દારૂ પકડાયો હતો. ટ્રાફિક પોલીસે એક કળા કલરની એક્સેસ મોપેડ પકડી હતી. અને ત્યારબાદ તેનું ચેકીંગ કર્યા બાદ તેમાંથી વિદેશી દારૂ મળ્યો હતો.
જયારે પોલીસે આ ગાડીનું ચેકિંગ ચાલુ કર્યું ત્યાતો ગાડીનો ડ્રાઈવર ભાગવાની તૈયારીમાં હતો. અને તેમાં પોલીસે જયારે ગાડીની ડીકી ખોલી ત્યાં તો આ ડ્રાઈવર ગાયબ થઇ ગયો હતો. પોલીસ અધિકારી માટે મુશ્કેલી ઉભી થશે કારણકે આ ગાડીમાં કોઈ પણ નંબર ના હતો. અને કોઈ પણ બીજા કાગળ મળ્યા નથી. જેથી પોલીસને આ ગાડી અને ગુનેગારોને ગોતવા ખુબ જ મુશ્કેલી ઉભી થવાની છે.
હવે ખાસ તો શહેરમાં દરેક નંબર વગરની ગાડીઓ પકડવામાં આવહે છે. અને દરેક ગાડીઓને ચેકિંગ કરવું ખુબ જરૂરી બન્યું છે. સાથે-સાથે ઉમરા પોલીસની હદમાં દારૂ પકડતા અહીંના વિસ્તારોમાં પણ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની શક્યતા વધી છે.
લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે વાક્યુદ્ધ છેડયું હતું. જેમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ મળે છે. એક અઠવાડિયા અગાઉ પણ ફરીથી આ વિવાદ ચર્ચામાં આવ્યો હતો. જયારે સૌરાષ્ટ્રના એક વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ટેન્કરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે સુરતના યુવાનો ના એક જૂથે પોતાના જન્મદિવસ માં બિયરની છોળો ઉડાવીને સુરત પોલીસ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની આબરૂના લીરે લીરા કરી નાખ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.