જામનગર-રાજકોટ હાઇવે પર કરુણ અકસ્માત, 12 વર્ષની દીકરીનું મોત

Rajkot Accident: રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા પરિવારના સભ્યો રાજકોટથી જામનગર દર્શન માટે જઈ રહ્યા હતા. તેવામાં તેમની ઇકો કારને ભયાનક અકસ્માત (Rajkot Accident) નડ્યો હતો. આ અકસ્માતમાં તેમની 12 વર્ષીય દીકરી મૃત્યુ પામી છે. અને અન્ય ત્રણ સભ્યો ઘાયલ થયા છે.

આ ગોઝારા અકસ્માત ની મળતી માહિતી એ પ્રમાણે છે કે રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને રાજકોટ નગરપાલિકામાં ફરજ બજાવતા નીરવ દવે નો પરિવાર પોતાના સાત સભ્યો સાથે ગઈકાલે રવિવારના રોજ સવારે રાજકોટ થી ખોડાપીપર ગામ પાસે આવેલા પોતાના કુળદેવીના દર્શન માટે જઈ રહ્યા હતા.

તેઓ રાજકોટ થી ઇકો કારમાં બેસી મુસાફરી કરી રહ્યા હતા. તેમાં નીરવભાઈ ના પત્ની તેમજ તેમની બંને પુત્રીઓ હેતવી અને રાશિ સહિત તેમના શાળા અને તેમના પત્ની તેમજ તેમના સાસુ સસરા ખોડાપીર ગામ નજીક આવેલા પોતાની કુળદેવીના દર્શન માટે જય રહ્યા હતા.

તે દરમિયાન જામનગર રાજકોટ હાઇવે પર ધ્રોલ પાસે મોઢા પર ગામના પાટીયા નજીક એક ખાનગી લક્ઝરી બસ ચાલકે એક સાઇડથી ઇકો કારને ટક્કર મારી દીધી હતી.

આ ટક્કર લાગવાની કારણે એક સાઈડનો ભાગ આખો ચિરાઈ ગયો હતો અને તે જ સાઈડમાં બેઠેલી હેતવી નિર્વભાઈ દવે નામની બાર વર્ષે દીકરીનું ગંભીર બીજાને કારણે મૃત્યુ થયું હતું જ્યારે ઇકો કારમાં બેસેલા બાળકીના માતા સહિત અન્ય સભ્યો ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.જે તમામને 108 એમ્બ્યુલન્સ દ્વારા સૌ પ્રથમ પડધરીની હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આ ત્રણેય લોકોની સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતની ફરિયાદ નીરવભાઈએ ખાનગી લક્ઝરી બસ વિરુદ્ધ કરી હતી. તેમાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સીજે જાડેજાએ ઘટના સ્થળની મુલાકાત લઈ ત્યારબાદ હોસ્પિટલ ગયા હતા અને બાળકીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અન્ય ઇજાગ્રસ્તોના નિવેદનો લીધા બાદ બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને તે ભાગી ગયો હોવાથી તેની શોધ કોટ ચાલી રહી છે.