બાંગ્લાદેશના રુપગંજમાં એક ફૂડ ફેકટરીમાં આગ લાગવાના કારણે 50 કરતા વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ ટીમ દ્વારા આ ઘટના અંગેની માહિતી આપવામાં આવી છે. ફાયર સર્વિસના ડેપ્યૂટી ડિરેક્ટર દેબાશીષ વર્ધને જણાવતા કહ્યું છે કે, અહિયાં ઓછામાં ઓછા 52 મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં આ અંગેની રાહત અને બચાવની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
ફાયર સર્વિસના ડેપ્યૂટી ડિરેક્ટર દેબાશીષ વર્ધને જણાવ્યું છે કે, હજુ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. રુપગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવતા કહ્યું છે કે, ફૂડ ફેકટરીમાં કામ કરનાર મજુર વર્ગ અહિયાં મોટી સંખ્યામાં ભેગો થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અગ ઢાકાની બહાર એક ઓદ્યોગિક શહેર રુપગંડમાં હાશેમ ફૂડ એન્ડ બેવરેજ ફેકટરીમાં ગુરુવારના રોજ સાંજે 5 વાગે લાગી હતી. શુક્રવાર સવાર સુધી આ આગ પર કાબુ મેળવી શકાયો નહોતો. ફાયર સર્વિસ લોકોએ ઘણા લોકોને બચાવ્યા છે પરંતુ હજુ સુધી એ નક્કી નથી થઇ શક્યું કે આ ફેકટરીમાં અન્ય કેટલા લોકો ફસાયેલા છે.
પીઆઈ શેખ કબીરુલ ઈસ્લામે જણાવતા કહ્યું છે કે, છ માળની ફેકટરીમાં ઝડપથી લાગેલી આગના કારણે ઉપરના માળેથી કુદીને જીવ બચાવવા માટે ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ઘણા બધા કર્મચારીઓ ગુમ છે. ફાયર બ્રિગેડની ટીમે કહ્યું છે કે, ડ્રિન્ક અને નૂડલ્સ બનાવતી આ ફેકટરીની છત પરથી ૨૫ લોકોનો આભડ બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલા લોકો મૃત્યુ પામ્યા તે અંગે હજુ કઈ ચોક્કસ કહી શકાય નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.