મેઘાલય(Meghalaya)માં એક ગમખ્વાર અકસ્માત(Tragic accident) સર્જાયો છે. જેમા તૂરા થી શિલોન્ગ જઈ રહેલી બસ રિંગડી નદી(Ringadi River)માં ખાબકી ગઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 યાત્રીઓના મોત છે. સાથે અન્ય ઘાયલોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને બીજા જે પણ યાત્રીઓ નદીમાં ફસાયેલા છે તેમને પણ બચાવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.
એક સાથે 6 મુસાફરોના અકસ્માતમાં મોત:
આ અકસ્માતમાં પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું કહ્યું છે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં આ અકસ્માતમાં 6 જેટલા લોકોના મોત થયા છે. ઘાયલ મુસાફરોને વિલિયમનગર અને તૂરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
2 મૃતદેહો હજુ પણ બસમાં ફસાયેલા છે:
મળતી માહિતી અનુસાર સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે ચાર મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે હજુ બે મૃતદેહો હજુ પણ બસમાં ફસાયેલા છે. પોલીસના કહેવા અનુસાર અત્યાર સુધીમા કુલ ઘાયલ થેયલા 16 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત નોંગશ્રમ પુલ પર થયો, જે પૂર્વ ગારો હિલ્સ અને પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાઓની સરહદ છે.
બસમાં 21 મુસાફરો હતા સવાર:
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, બસમાં 21 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ઈમરજન્સી ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી અવાય હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે એવું કહ્યું કે, 2 લોકો હજું પણ ગાયબ છે. જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.