બૉમ્બ બનાવી રહેલા ભાજપના કાર્યકર્તાનું વિસ્ફોટ થતા દર્દનાક મોત- જાણો ક્યાં બની ઘટના

હાલમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ક્રૂડ બોમ્બ બનાવતી વખતે બોમ્બ ફૂટ્યો હતો, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને પાંચ લોકો ઘાયલ થયા હતા. મૃતક ભાજપનો કાર્યકર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બોમ્બ બ્લાસ્ટમાં ભાજપના કાર્યકરનું મોત
દક્ષિણ 24 પરગણામાં ક્રૂડ બોમ્બ ફાટ્યા બાદ ભાજપના એક કાર્યકરનું મોત આ અકસ્માતમાં અન્ય પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. શુક્રવારે રાત્રે દક્ષિણના પરગણાના ગોસાબામાં એક જૂથ ક્રૂડ બોમ્બ બનાવી રહ્યો હતો. પરંતુ આ બોમ્બ ફૂટ્યો, જેના કારણે આ અકસ્માત થયો. ઈજાગ્રસ્ત પાંચમાંથી બેને કોલકાતાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણો ઘાયલોએ શું કહ્યું?
આ દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિએ કહ્યું કે, તેઓ શુક્રવારે સાંજે ઘરે જમ્યા હતા. ત્યારબાદ એક જૂથે તેના પર ક્રૂડ બોમ્બ વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોએ કહ્યું કે તે ભારતીય જનતા પાર્ટીનો સભ્ય છે.

પોલીસે કહ્યું: બોમ્બ બનાવતા હતા
જો કે, આ કેસમાં પોલીસે દાવો કર્યો હતો કે, આ લોકો કથિતરૂપે ક્રૂડ બોમ્બ બનાવતા હતા. તે દરમિયાન બોમ્બ ફૂટ્યો. વિસ્ફોટમાં પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમાંથી એકનું મોત નીપજ્યું. ઇજાગ્રસ્તોની સારવાર દક્ષિણ 24 પરગણાની કેનિંગ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, ગોસાબા એ આરક્ષિત વિધાનસભા બેઠક છે. બીજા તબક્કામાં 1 એપ્રિલે મતદાન થશે. પરંતુ મતદાન કરતા પહેલા ગોસાબામાં બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચારથી પોલીસ એલર્ટ થઈ ગઈ છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટના પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં બનવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *