દ્વારકા(ગુજરાત): દેવભૂમિ દ્વારકા(Dwarka) અને જામજોધપુર(Jamjodhpur) પંથકમાં અલગ-અલગ અકસ્માતમાં એક પ્રૌઢ સહિત બે લોકોના મોત થયા છે. યાત્રાધામ દ્વારકા નજીક રૂપેણબંદર(Rupenbandar) પાસે એક પુખ્ત અલીભાઇ ઉમરભાઇ ભણસાલીયા બાઇક પર રૂકમણી ગેટ સામે હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. ટોરેસ ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતાં અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં ચાલક અલીભાઇ(ઉ.વ. 58)ને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસ દ્વારા ઈબ્રાહીમભાઈ ઉર્ફે નાનુ ઉમરભાઈ ભસનલિયાની ફરિયાદ પરથી ટ્રક ટોરસના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે, દ્વારકાનું રૂપેણ બંદર મોટી સંખ્યામાં માછીમારોનું ઘર છે અને હાઇવે ખૂબ નજીક હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે. રૂપેણ બંદર તરફના હાઇવે પર તંત્રને યથાવત રાખવા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળતું હોવાનો સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
સોમવારે જામજોધપુરના મોતીગોપ ગામથી પાટીયા તરફ જતા હતા ત્યારે મોરઝર ગામના પાટીયા પાસે રોડ પર પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારી હતી.જેમાં બાઈક પરથી ફંગોળાયેલા ચાલક કરશનભાઈ અને દિલીપભાઇ નામના ચાલકને માથાના ભાગે અને પગના ભાગે ઇજાઓ થઇ હતી. જ્યારે કરશનભાઈને મોઢામાં, પગમાં અને શરીરે અન્ય ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતકના ભાઈ સહિત સ્થળ પરથી નાસી ગયેલા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.