સુરતમાં મોપેડ સવાર બે યુવકોને ડમ્પરે ખરાબ રીતે કચડ્યા- ઘટના સ્થળે જ બંને મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’

સુરત(Surat): શહેરમાં અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. અકસ્માતમાં ક્યારેક બીજાની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડતા હોય છે. હાલ આવી…

સુરત(Surat): શહેરમાં અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. અકસ્માતમાં ક્યારેક બીજાની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડતા હોય છે. હાલ આવી જ એક ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, ગોડાદરા દેવધ રોડ(Godadra Devadh Road) પર ડમ્પર (Dumper)એ મોપેડ (Moped)ને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં મોપેડ સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

વાસ્તવમાં, ગોડાદરા દેવધ રોડ પર ડમ્પરએ મોપેડને ટક્કર મારી હતી. આ દરમિયાન મોપેડમાં બે યુવકો સવાર હતા. ટક્કર એટલી ભયંકર હતી કે મોપેડ સવાર બંને યુવકો ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. મૃત્તકના નામ અનિરુદ્ધ શર્મા અને શિવ ચાંદક હોવાનું બહાર આવ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચ્યા બાદ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બે યુવકોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *