કરંટનો જોરદાર ઝટકો લાગતા એકસાથે 6 કામદારો જીવતા ભડથું થયા, બે જ સેકેંડમાં છ લોકોને ભરખી ગયો કાળ

Six laborers died due to electrocution: ઝારખંડના ધનબાદ (Dhanbad, Jharkhand) માં એક મોટો અકસ્માત સર્જાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલ અનુસાર ધનબાદમાં વીજ કરંટ…

Six laborers died due to electrocution: ઝારખંડના ધનબાદ (Dhanbad, Jharkhand) માં એક મોટો અકસ્માત સર્જાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલ અનુસાર ધનબાદમાં વીજ કરંટ લાગવાથી અત્યાર સુધીમાં છ લોકોના મોત નીપજ્ય છે. ત્યારે આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ અકસ્માત કટ્રાસ સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર ઝારખોર પાસે થયો હતો, જેમાં છ કોન્ટ્રાક્ટ મજૂરોના મોત થયા હતા.

રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી

ઘટનાની જાણ થતા રાહત અને બચાવ ટીમ ઘટનાની ગંભીરતા સમજીને તરતજ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃત્યુ પામેલા મજૂરોના મૃતદેહોને અહીંથી કાઢવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મોટાભાગના મજૂરો લાતેહારના રહેવાસી છે. 

આ સ્થળ પર કામ લાંબા સમયથી ચાલી રહ્યું હતું અને બે મહિના પહેલા જ ઘણા મજૂરોએ આ વિસ્તારમાં કામ શરૂ કર્યું હતું. આ મજૂરોને લાવનાર કંપનીનું નામ સિક્કા છે. માલિકનું નામ સંજય સિક્કા છે.  મૃત્યુ પામેલા મજૂરોમાં લાતેહાર, પલામુ અને અલ્હાબાદના લોકોનો સમાવેશ થાય છે.

હાઇ ટેન્શન વાયર પોલ સાથે સંપર્કમાં આવવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી આવી કે અકસ્માત કેવી રીતે થયો, આ ઘટનાને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવી દિલ્હી રેલ્વે રૂટના ધનબાદ ગોમોની વચ્ચે નિચિતપુર રેલ ફાટક પર 25000 વોલ્ટનો ઇલેક્ટ્રિક વાયર પડવાને કારણે આ દુર્ઘટના બની હતી અને છ લોકોના મોત થયા હતા.

ઘટના બાદ એવા સમાચાર છે કે રેલ વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેતુલમારી સ્ટેશન પર જ નેતાજી એક્સપ્રેસને રોકી દેવામાં આવી છે. પ્રતાપ એક્સપ્રેસને પણ ધનબાદ સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. રેલ્વે અધિકારીઓ અને રેલ્વે ડોકટરો રોડ માર્ગે ઘટના સ્થળે રવાના થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *