GSEB HSC Result 2023: કાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ થશે જાહેર- જાણો તમામ વિગતો

GSEB HSC Result 2023 Date: ગુજરાત ધોરણ 12 સામાન્ય પ્રવાહ (Class 12 Result Date)ના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા વાત કરવામાં આવે…

GSEB HSC Result 2023 Date: ગુજરાત ધોરણ 12 સામાન્ય પ્રવાહ (Class 12 Result Date)ના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB HSC Result) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આવતીકાલે એટલે કે 31 તારીખે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB HSC Result 2023 Date) જાહેર થશે.

આવતી કાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. વિધાર્થીઓ 6357300971 વોટ્સએપ નંબર પરથી પરિણામ મેળવી શકશે. આવતી કાલે સવારે 8 કલાકે પરિણામ જાહેર કરશે. મહત્વનું છે કે આ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ સતાવાર વેબસાઈટ www.gseb.org પર સવારે 8:00 વાગ્યે જાહેર થશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્રક અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

જો વાત કરવામાં આવે તો રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી વિદ્યાર્થીઓને પરિણામને લઈને આતુરતા હતી, જેનો હવે આ આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને સરળતાથી પરિણામ મેળવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા પછી 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થાય છે અને ત્યારપછી ધોરણ 10નું પરિણામ જાહેર થાય છે. પરંતુ પહેલી વખત આ વર્ષે 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું અને ત્યારબાદ અંતમાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થવા જઈ રહ્યું છે. 12 સાયન્સમાં ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે, ત્યારે 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં વધશે કે ઘટશે તેતો કાલે ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

2 Replies to “GSEB HSC Result 2023: કાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ થશે જાહેર- જાણો તમામ વિગતો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *