ગાયક સિદ્ધુ મુસેવાલા(Sidhu Moose Wala)ના નિધનના સમાચારથી લોકો હજુ શમ્યા ન હતા કે આ દરમિયાન વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ(Krishnakumar Kunnath), જેઓ ‘KK’ તરીકે જાણીતા છે, તેમનું ગઈકાલે સાંજે 31 મેના રોજ નિધન થયું છે. તેઓ 53 વર્ષની ઉમરે અંતિમ શ્વાસ લીધા છે. કૃષ્ણકુમાર કુન્નાથ કોન્સર્ટ માટે કોલકાતા(Kolkata)માં હતા. કાર્યક્રમ બાદ તે અચાનક પડી ગયા હતા, ત્યારબાદ તેને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે કોઈ લોકપ્રિય કલાકાર લોકોની વચ્ચેથી અચાનક જ વિદાય લે છે, ત્યારે લોકો તે બધી ક્ષણો યાદ કરવા લાગે છે જેના દ્વારા કરોડો લોકોએ તેમના હૃદયની વાત કરી હતી. કેકેના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ તેમના દ્વારા ગાયેલા ગીતો અચાનક ફરી ચાહકોના હોઠ પર આવી ગયા, જેને સાંભળીને લોકો કેકેને ભીની આંખે યાદ કરી રહ્યા છે. ઘણા પ્રખ્યાત ગીતો કે જે તમે વારંવાર ગુંજી રહ્યા છો, તે કેકે દ્વારા ગાયા છે. ચાલો તેમના દ્વારા ગાયેલા ગીતો પર એક નજર કરીએ…
KKના ગીતો ઘણી ભાષાઓમાં રેકોર્ડ કરવામાં આવ્યા છે:
ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી મશહુર ગાયકોમાંના એક, કેકેએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને બંગાળી સહિત અનેક ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. બોલિવૂડમાં કેકેની એન્ટ્રીની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘માચીસ’ના ગીત ‘છોડ આયે હમ’થી ડેબ્યૂ કર્યું હતું. હમ દિલ દે ચૂકે સનમની ‘તડપ-તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી’, ગેંગસ્ટરની ‘તુ હી મેરી’, બજરંગી ભાઈજાનની ‘તુ જો મિલા’, દેવદાસની ‘ડોલા રે ડોલા’ તેના શ્રેષ્ઠ અભિનયમાંથી એક છે.
હમ દિલ દે ચૂકે સનમના ‘તડપ તડપ’ ગીતથી તેને મોટો બ્રેક મળ્યો હતો. આ સિવાય કેકેએ ‘યારોં’, ‘પલ’, ‘કોઈ કહે કહતા રહે’, ‘મેને દિલસે કહા’, ‘આવારાપન બંજારાપન’, ‘દસ બહાને’, ‘અજબ સી’, ‘ખુદા જાને’ અને ‘દિલ ઇબાદત’ ‘તુ હી મેરી શબ હૈ’ જેવા સુંદર ગીતો ગાયા છે, જે આજે લોકોની જીભ પર છે. કેકે તેમની પાછળ પત્ની અને બે બાળકો – એક પુત્ર અને એક પુત્રી છોડી ગયા છે. તેમના પુત્ર નકુલ કૃષ્ણ કુન્નાથે પણ તેમની સાથે ‘હમસફર’ આલ્બમ માટે ‘મસ્તી’ ગીત ગાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.