‘લુડો’માં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, આદિત્ય રોય કપૂર, સાન્યા મલ્હોત્રા સામીલ છે. અઢી મિનિટનું આ ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. આ ફિલ્મને બટરફ્લાય ઈફેક્ટથી પ્રેરિત બતાવવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે કે, ફિલ્મનું દરેક પાત્ર એકબીજા સાથે જોડાયેલું છે. આ પાત્રો ક્યારેકને ક્યારેક એકબીજા સામે ટકરાશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, અભિષેકથી લઈ રાજકુમાર સુધી, તમામના જીવનમાં પોતાની સમસ્યાઓ છે. કોઈએ બાળકીનું અપહરણ કર્યું છે તો કોઈ પ્રેમિકા માટે એક ગુનેગારને જેલમાંથી ભગાડવાનું કામ હાથ પર લે છે. ટ્રેલરની દરેક ફ્રેમમાં કોમેડી જોવા મળે છે.
અનુરાગ બાસુ લાંબા સમય બાદ ડિરેક્ટર તરીકે જોવા મળશે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ ઘણાં વર્ષોથી ‘લુડો’ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા. તેમના મનમાં આ કૉન્સેપ્ટ લાંબા સમયથી ચાલતો હતો. ફિલ્મની વાર્તા ખરા અર્થમાં લુડો જેવી જ છે. ફિલ્મમાં એક સાથે ચાર વાર્તાઓ ચાલશે. આ ડાર્ક કોમેડી છે અને તેમાં રોમાન્સ પણ જોવા મળશે. આ ફિલ્મ ૧૨ નવેમ્બરે નેટફ્લિક્સ પર રજૂ થશે. ઉલ્લેખનીય છે કે, પહેલા આ ફિલ્મ ૨૪ એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે થિયેટર બંધ થતા આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિરેક્ટર અનુરાગ બાસુની છેલ્લી ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ હતી, જેમાં રણબીર કપૂર અને કેટરીના કૈફ હતાં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle