દેશના ઘણા રાજ્યોમાં આંધી તોફાનની સંભાવના

હૈદરાબાદ શહેરમાં અતિ ભારે વરસાદે ઘણો વિનાશ કર્યો છે. હૈદરાબાદ શહેર સહિત સમગ્ર તેલંગાનામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદનાં લીધે હાલ સુધી આશરે 50 લોકોનાં…

હૈદરાબાદ શહેરમાં અતિ ભારે વરસાદે ઘણો વિનાશ કર્યો છે. હૈદરાબાદ શહેર સહિત સમગ્ર તેલંગાનામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદનાં લીધે હાલ સુધી આશરે 50 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે તેમજ કરોડોનું આર્થિક નુકશાન પણ થયુ છે. હવામાન ખાતાએ આજ રોજ પણ હૈદરાબાદ શહેરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આજ રોજ હૈદરાબાદ શહેર સહિત સમગ્ર તેલંગણામાં એક વખત ફરીથી વરસાદ થઈ શકે છે. અમુક જગ્યાએ તો આંધી-તોફાનની પણ આશંકા છે જેનાં લીધે પરિસ્થિતિ બહુ ગંભીર થઈ શકે છે.

તમને લોકોને જણાવી દઈએ કે, અતિ ભારે વરસાદથી હૈદરાબાદ શહેર બેહાલ થઈ ગયુ છે. વિશેષજ્ઞોની માનીએ તો તેલંગણામાં છેલ્લા 30 વર્ષોમાં આ રીતનો ક્યારેય પણ વરસાદ થયો નથી. તેલંગણાનાં વરસાદની અસર આજુબાજુનાં રાજ્યોમાં પણ થઈ છે. હવામાન વિભાગે કર્ણાટક, તમિલનાડુ તેમજ કેરળમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. આ રાજ્યોમાં ગરજ તેમજ ઝડપી પવનની સાથે વરસાદ આવવાનું અનુમાન લગાવ્યું છે. કર્ણાટક, રાયલસીમા, દક્ષિણ કોંકણ તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર તથા મરાઠવાડાનાં દૂરનાં વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન ખાતા એ કહ્યુ કે, અહીંયા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વરસાદમાં અનેક જગ્યાઓએ આંધી તેમજ ઝડપી પવન ફૂંકાવાનું પણ અનુમાન લગાવ્યું છે.

સ્કાઈમેટે પણ ચેતવણી આપતા કહ્યુ છે કે, બંગાળની ખાડી ઉપર બનાવવામાં આવેલું ડિપ્રેશન પ્રભાવી થઈને ડીપ ડિપ્રેશન બની ગયુ છે. જેનાં લીધે આવતા 24 કલાકમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત તેમજ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ ઉપર અતિ ભારે વરસાદ સાથે અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે જ્યારે ગંગીય પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર, દક્ષિણ તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તેમજ તમિલનાડુનાં ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનાં અણસાર છે તેમજ કર્ણાટક, કેરળ તેમજ દક્ષિણ મધ્ય પ્રદેશનાં પણ ઘણા ભાગોમાં હળવો વરસાદ જોવા મળે તેવી સંભાવના કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *