હાલમાં એક ભયંકર ટ્રેન અકસ્માત સર્જાયો છે, જેના કારણે અનેક મુસાફરોનું કરૂણ મોત નીપજ્યું છે. તાઇવાનમાં શુક્રવારે એક ટનલથી ભરેલી ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં 36 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને 72 થી વધુ લોકો ઘાયલ થયા છે.
ફાયર ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, ટ્રેનમાં 350 થી વધુ મુસાફરો સવાર હતા, જે અકસ્માતનો ભોગ બન્યાં હતાં. ટનલ પરથી પસાર થતી વખતે ટ્રેનનો અકસ્માત થયો હતો. અકસ્માત દરમિયાન ટ્રેન લાંબા સમય સુધી ટનલની દિવાલો સાથે ટકરાઈ હતી, જેમાં ઘણા લોકોના મોતની આશંકા રહેલી છે.
A train crash in Taiwan has left at least 36 people without vital signs, the Transportation Ministry says, and many passengers remain trapped. pic.twitter.com/DpnIBw3ExS
— NHK WORLD News (@NHKWORLD_News) April 2, 2021
અત્યાર સુધીમાં 36 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 72 થી વધુ લોકો ઘાયલ છે. જો કે, ફાયર વિભાગને આશંકા છે કે મૃતકોની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે. કેટલાંક લોકોના મૃતદેહ હજી પણ ટનલની અંદર છે કે, જેમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
A train crash in Taiwan has left at least 36 people without vital signs, the Transportation Ministry says, and many passengers remain trapped. pic.twitter.com/DpnIBw3ExS
— NHK WORLD News (@NHKWORLD_News) April 2, 2021
જ્યારે ઘટનાસ્થળ પર પહોંચેલા વહીવટી અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલમાં પહોંચાડવા માટેનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હજી સુધી 72 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
જો કે, સારી વાત એ હતી કે ટ્રેનમાં ફક્ત 350 લોકો હતા.જયારે ટ્રેન જઇ રહી હતી પરંતુ ટનલમાં ગયા પછી અચાનક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રેન ટનલની અંદરની દિવાલોને ટકરાવાનું શરૂ કરી દીધી. જેને લીદેહ અનેક લોકો મોતને ભેટ્યા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે જે નીચે મુજબ જોઈ શકાય છે.
Decenas de muertos y heridos al descarrilarse un tren en un túnel en #Taiwán..
01/04/2021 pic.twitter.com/oTTyptjUSt— Alerta Mundial / Terremotos y Desastres (@AlertaMundial19) April 2, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.