રીલ બનાવવા માટે ટ્રેનમાં કરી તોડફોડ, લોકોએ કહ્યું અને જેલ ભેગો કરો: જુઓ વિડીયો

Train Viral Video: ચાલતી ટ્રેનમાં એક એવો વિડિયો વાયરલ થયો છે જેને જોઈને લોકોનું લોહી ઉકળી ઉઠયું છે. તેમાં એક યુવકને ટ્રેનના કોચમાં સીટ કવર (Train Viral Video) ફાડતા અને પછી તેને બારીથી બહાર ફેંકતા જોઈ શકાય છે. ટ્રેનમાં તોડફોડ કરતી વખતે યુવકના ચહેરા પર મુસ્કાન જોવા મળે છે. તેનાથી એવું સાબિત થાય છે કે રીલ બનાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. જોકે ઇન્ટરનેટ પર વિડીયો સામે આવતાની સાથે જ લોકો ભડકી ગયા છે અને યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલ વીડિયોમાં તમે એક ટ્રેનમાં ખાલી જનરલ કોચમાં યુવકને સીટ કવર ફાડતો જોઈ શકો છો. તમે જોશો કે કઈ રીતે યુવક સીટને હતી ન હતી કરી નાખી હતી. ત્યારબાદ સીટ પર રહેલા લોખંડને કાઢી તે બારીમાંથી બહાર ફેંકી દે છે. આ બધું કરી આ યુવક ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે, પરંતુ વિડીયો જોનારા મોટાભાગના લોકો ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે.

રીલ માટે ફાડી નાખી ટ્રેનની સીટ

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જોકે આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તે હજુ સુધી સામે આવ્યું નથી. અત્યાર સુધીમાં આ વીડિયોને 13,00,000થી પણ વધારે વખત જોવા ચૂક્યો છે, જ્યારે અઢળક પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. લોકો આ યુવક વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરી તેને જેલ ભેગો કરવાની સલાહ આપી રહ્યા છે.