બાળક માટે દૂધ લેવા માતા ટ્રેનમાંથી નીચે ઊતરી ત્યાં ચાલતી થઈ; આગળનો વિડીયો જોઈ તમે રડી પડશો

Train Viral Video: ટ્રેનમાં મુસાફરી કરી રહેલ એક મહિલા ભૂખથી વલખા મારી રહેલ પોતાના દીકરા માટે દૂધ ખરીદવા માટે કોઈ સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરી હતી. એવામાં અચાનક ટ્રેન ચાલવા લાગી. મહિલાએ પ્લેટફોર્મ પર દોડ લગાવી, પરંતુ ત્યાં સુધીમાં તો ટ્રેન (Train Viral Video) ઝડપ પકડી ચૂકી હતી. પછી શું હતું? કાળજાના કટકાને દૂર થતા જોઈ મહિલા રડવા લાગી. આ જોઈ ત્યાં હાજર રહેલ દરેક લોકો ભાવુક થઈ ગયા. હવે આ ઘટનાનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેને જોઈને લોકોને પણ રડવું આવી ગયું.

વાયરલ થઈ રહેલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પાટાઓ પાસે ઉભી રહી રડી રહી છે અને બાજુમાંથી ટ્રેન પસાર થઈ રહી છે, જે દૂધ ખરીદવા માટે નીચે ઉતરી હતી અને સ્ટેશન પર ટ્રેન છૂટી ગઈ હતી. જોકે રેલવે ગાર્ડ આ મહિલાની મદદ માટે આવે છે.

ત્યારબાદ મહિલા ગાર્ડને તમામ વાત જણાવે છે, ગાર્ડ પણ તેની વાત સાંભળી ટ્રેનને ઉભી રખાવે છે. વીડિયોમાં તમે જોશો કે ટ્રેન જેવી રોકાય તો મહિલા ચઢવા માટે દોડી પડે છે. જોકે હકીકત શું છે તેની ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ નથી કરતું.

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો તરફ ઘણા લોકો ખેંચાયા છે. આ વીડિયોને અત્યાર સુધી 14 લાખથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. યુઝરનો દાવો છે કે એક માં દૂધ લેવા માટે ગઈ અને ટ્રેન ચાલતી થઈ. ગાર્ડે પરિસ્થિતિ જોઈને ટ્રેનને થોભાવી હતી.

કમેન્ટમાં લખ્યું છે કે ભારત એવો દેશ છે જ્યાં ભાવનાઓ નિયમ કરતા ઉપર છે. બીજા યુઝરને કહેવું છે કે ટ્રેન રોકનાર ગાર્ડ સન્માનનો અધિકારી છે. તો અન્ય એક યુઝર લખે છે કે આ જોઈને લાગે છે કે માણસાઈ હજુ પણ જીવિત છે. અને એક વ્યક્તિ લખે છે કે મહાન લોકો આજે પણ આ દેશમાં છે.