રેલવે મંત્રાલય(Ministry of Railways) દ્વારા શેર કરવામાં આવેલો એક ચોંકાવનારો વીડિયો(Viral videos) ટ્વિટર પર વાયરલ થયો છે. સીસીટીવી(CCTV) ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ થોડા ઈંચ દૂર જ મોતના મુખમાંથી નાસી છૂટ્યો હતો. ટ્રેન નજીક આવતા જ તે વ્યક્તિ આવીને પાટા પર સૂઈ ગયો. જો ટ્રેન ડ્રાઈવરે સમજદારી ન દાખવી હોત તો તેનું મૃત્યુ નિશ્ચિત હતું. ટ્રેનના ડ્રાઈવરે સમયસર ઈમરજન્સી બ્રેક ખેંચી હતી. આ વીડિયો મુંબઈના શિવડી સ્ટેશનનો છે, જ્યાંના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયા છે.
View this post on Instagram
વ્યક્તિ મૃત્યુની ખૂબ નજીક હતી, પરંતુ પછી:
ક્લિપની શરૂઆત એક વ્યક્તિ સાથે થાય છે જ્યારે રેલવે ટ્રેક પર બેદરકારીથી ચાલી રહ્યો હતો. જેમ જેમ વીડિયો આગળ વધે છે અને ટ્રેન નજીક આવે છે, તેમ તેમ તે વ્યક્તિ અચાનક પાટા પર આડો પડી જાય છે. માણસે તેની ગરદન પાટા પર મૂકી અને બાકીના ભાગને બે પાટા વચ્ચે મૂક્યો. જો કે, લોકો પાઈલટે ઈમરજન્સી બ્રેક ખેંચી લીધા બાદ ટ્રેન તરત જ પાટા પર આવીને ઊભી રહી ગઈ હતી અને જીવલેણ અકસ્માત થયો ન હતો. કેટલાક આરપીએફ જવાનો સુરક્ષા માટે માણસ તરફ દોડતા જોઈ શકાય છે. ફૂટેજમાં દેખાતા સમય અનુસાર, ઘટના લગભગ 11:45 વાગ્યે બની હતી.
રેલવે મંત્રાલયે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે:
રેલવે મંત્રાલયે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મોટરમેન દ્વારા કરવામાં આવ્યું પ્રશંસનીય કામ મુંબઈના સેવડી સ્ટેશન પર મોટરમેને એક વ્યક્તિને ટ્રેક પર પડેલો જોયો, તેણે તુરંત ઇમરજન્સી બ્રેક લગાવીને વ્યક્તિનો જીવ બચાવ્યો અને સમજાવ્યું કે તમારું જીવન અમૂલ્ય છે, ઘરમાં કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને 6 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે લગભગ 900 લોકોએ રિટ્વીટ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.