આજરોજ સમગ્ર દેશભરમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ ધામધુમથી લોકો પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવી રીતે સુરતમાં પણ યુવકો તિરંગો ફરકાવીને ઉજવણી કરી રહ્યા હતા. તે દરમ્યાન સુરત માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરત શહેરના સરથાળા વિસ્તારમાંથી પાટીદાર અનામત આંદોલન સમિતિની તિરંગા યાત્રા નીકળે તે પહેલા પોલીસે દોઢસો જેટલા લોકોની અટકાયત કરી છે. સરથાણા વિસ્તારમાંથી તિરંગા યાત્રા નીકળવાની હતી. યાત્રા અગાઉ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ પરવાનગી ન હોવા છતાં યાત્રા કાઢવા જતા અટકાયત કરાઇ હતી.
પોલીસે દોઢસો જેટલા લોકોની અટકાયત કરી
પાટીદાર અનામત આંદોલન સમિતિની તિરંગા યાત્રા, યાત્રા નીકળે તે પહેલાં પોલીસે 50 લોકોની કરી અટકાયત, સરથાણા વિસ્તારમાંથી નીકળવાની હતી તિરંગા યાત્રા, યાત્રા અગાઉ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પોલીસ પરવાનગી ન હોવા છતાં યાત્રા કાઢવા જતા અટકાયત
યાત્રા અગાઉ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
સુરત પોલીસને તિરંગો ફરકાવી રહેલા યુવાનોમાં દેશદ્રોહીઓ દેખાય રહ્યા હોય તેવી રીતે 50થી વધુ લોકોને સરથાણા પોલીસ મથકે લઈ જવાયા હતા. આ ઉપરાંત, સરથાણા થી વરાછા મીની બજાર ખાતે તિરંગા યાત્રાનું પાસ દ્વારા કરાયું હતું આયોજન, કાપોદ્રા, વરાછા સહિત અલગ અલગ સ્થળોએથી 150 જેટલા પાસ કાર્યકરો ની અટકાયત કરવામાં આવી છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારથી વરાછા મીની બજાર સુધી તિરંગા યાત્રાનું પાસ દ્વારા આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના કાપોદ્રા, વરાછા સહિત અલગ અલગ સ્થળોએથી 150 જેટલા પાસ કાર્યકરોની અટકાયત કરાઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle