સુરતમાં એકસાથે 41 PIની બદલી: જાણો કયા કારણે કરી દેવાયા ટ્રાન્સફર?

Surat PI Transfer: લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં મોટા પાયે પોલીસ વિભાગમાં બદલીઓ થઈ હતી, ત્યારે ચૂંટણીઓ પૂર્ણ થતાં પોલીસ વિભાગમાંથી ફરી એકવાર(Surat PI Transfer) બદલીનો દૌર જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત સુરતમાં 41 પીઆઇની બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત એક્શન મોડમાં
સુરતમાં પોલીસ અધિકારીનો બદલીનો દૌર યથાવત રહેવા પામ્યો છે.સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત એક્શન મોડમાં આવી ગયા છે.જેમાં તેમણે એક સાથે 41 પીઆઇની બદલી કરતા સોંપો પડી ગયો છે. અનુપણ ગેહલોતએ બદલીની વાત કરી હતી.

જોકે એ સમયગાળા દરમિયાન ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ હતી અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ સૌ કોઈને અપેક્ષા હતી કે સુરત શહેરમાં મોટા પાયે ઉલટ ફેર એટલે કે બદલીઓ આવશે. ત્યારે આજે એ અપેક્ષાઓ સાચી સાબિત થઈ રહી છે.

પોલીસબેડામાં ભારે હડકંપ
એક ઝાટકે બદલીનો આદેશ થતા પોલીસબેડામાં ભારે હડકંપ જોવા મળી રહ્યો છે. જેમાં સુરત એસોજીના પીઆઇ અશોક ગોહિલની બદલી કરવામાં આવી છે. તેમની બદલે સ્થાને રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ એ એસ સોનારાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સલાબતપુરા ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશનમાં પણફર્સ્ટ અને સેકન્ડ પીઆઇ બદલાયા છે.