Gujarat police promotion: ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 159 PSIની બઢતી સાથે PIના પ્રમોશન આપવામાં આવ્યા છે.હજી આ તમામ 159 લોકોને પ્રમોશન (Gujarat police promotion) આપવામાં આવ્યા છે પરંતુ તેમની બદલી કરવામાં આવી નથી,રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે,અગાઉ પણ 234 PSIને પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતુ.
ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં 14,283 પદો માટે મોટી ભરતી જાહેર કરી છે. જો તમે ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા ઈચ્છતા હો, તો આ એક ઉત્તમ તક છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025 થી આ ભરતી પ્રક્રિયા શરૂ થશે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂરી થશે.ગુજરાત હાઈકોર્ટમાં દાખલ સુઓ મોટો પીઆઈએલના સંદર્ભમાં રાજ્ય સરકારે પોલીસ ભરતી માટે ઈ-કૅલેન્ડર બહાર પાડ્યું છે.
શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત ઈવનિંગ પોલિસિંગ પર ભાર મુકાયો
સાજે 6થી રાત્રે 12 દરમિયાન શરીર સંબંધી ગુનાઓ વધુ બન્યા હોવાનું ધ્યાને આવ્યુ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ એક્શન પ્લાનના ભાગરૂપે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જે આ ગુનાઓને નિયંત્રણમાં રાખવા મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓ તથા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એનાલિસીસ કરી તેના પર અંકુશ લાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેઈલ એનાલીસીસ કરવામાં આવ્યુ તેમાં ધ્યાને આવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધી ગુનાઓ પૈકી અંદાજે 25 ટકા ગુનાઓ 4 મહાનગરોમાં બન્યા છે. એટલુ જ નહીં, આ ગુનાઓ પૈકી 45 ટકા ગુનાઓ સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App