જાણો ભ્રષ્ટાચાર મામલે ભારતનો સમગ્ર વિશ્વમાં કેટલામો નંબર છે? આ લેખ વાંચી ચોંકી ઉઠશો

હાલમાં એક જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમને કદાચ નવાઈ લાગશે. ટ્રાંસપેરેંસી ઈન્ટરનેશનલ દ્વારા હાલમાં કરપ્શન પર્સ્પેશન ઈંડેક્સ (CPI 2020) જાહેર કરવામાં આવ્યું છે. આ સંસ્થા જણાવે છે કે, તેમણે ભ્રષ્ટાચાર ખતમ કરવાની દિશામાં ઉઠાવેલ પગલાને આધારે દુનિયાના 180 દેશોની રેંકીંગ તૈયાર કરવામાં આવ્યું છે.

આ રેંકીંગમાં ભારત 86માં નંબરે આવે છે. તો વળી પાડોશી દેશ ચીન 78માં ક્રમે, પાકિસ્તાન 124માં નંબરે જ્યારે બાંગ્લાદેશ 146માં ક્રમ પર આવે છે. આ એક ખુબ ગર્વની વાત કહેવાય કે, ભારત માટે એક ગૌરવની વાત છે. આ જાણકારી ભારતીયો માટે ખુબ ગર્વની વાત છે.

કોરોનાનો ખાત્મો કરવામાં પણ ભ્રષ્ટાચાર:
આ વર્ષે દુનિયાના દેશોમાં કરપ્શન ઈંડેક્સ બનાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાંસપરેંસી ઈંટરનેશનલે આ વખતે માપદંડોમાં કોવિડ-19 મહામારીની સામે લડવામાં કરવામાં આવેલ ભ્રષ્ટાચાર પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. આ માપદંડમાં બાંગ્લાદેશ એકદમ પાછળ રહી ગયુ છે.

સંસ્થાના ચેરપર્સન ડેલિયા ફરેરિયા રૂબિયો જણાવે છે કે, કોવિડ માટે સ્વાસ્થ્ય તથા આર્થિક સંકટ નથી. તે ભ્રષ્ટાચાર સંકટ પણ છે, જેની સામે લડવામાં આપણે હાલમાં નિષ્ફળ સાબિત થયા છીએ. ગત વર્ષમાં સરકારોની જેવી પરીક્ષા લેવામાં આવી છે, તેવી ક્યારેય લેવામાં આવી નથી.

ઉચ્ચ સ્તરે ફેલાયેલા ભ્રષ્ટાચારને લીધે પડકારો સામે લડવા માટેની કમજોરી વર્તાઈ હતી. જો કે, જે દેશો ભ્રષ્ટાચારના આ ઈન્ડેક્સમાં ટોપ પર છે, તેમને પણ પોતાના દેશ તથા વિદેશોમાં ભ્રષ્ટાચારને મ્હાત આપવા માટે તાત્કાલિક તથા અનિવાર્ય ભૂમિકા ભજવવાની રહેશે.

ભારત, ચીન, પાકિસ્તાનની પરિસ્થિતી:
આ રેંકીંગમાં 100માંથી 88-88 પોઈન્ટ પ્રાપ્ત કરીને ન્યૂઝીલેન્ડ તથા ડેનમાર્ક ટોચ પર રહ્યા છે. ભારતે 100માંથી 40, ચીને 42, પાકિસ્તાને 31 જ્યારે બાંગ્લાદેશે માત્ર 26 પોઈન્ટ પ્રાપ્ત કર્યાં છે. એક તરફ પાડોશી દેશ અફઘાનિસ્તાને 100માંથી 19 પોઈન્ટ મેળવીને 165મો રેંક પ્રાપ્ત કર્યો છે.

જો કે, તેને વર્ષ 2021માં અત્યાર સુધીમાં 11 પોઈન્ટ ઉપર આવવામાં સફળતા પણ મળી છે. આ મામલે એશિયાઈ દેશોમાં તે સૌથી આગળ છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, રેંકિંગમાં સૌથી ટોપ પર રહેલ દેશમાં સૌથી ઓછો તથા નિચે ખસકી રહેલા દેશોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *