આ હક કોણે આપ્યો? TRB જવાને દિવ્યાંગ વ્યક્તિને સટાક કરતો લાફો ચોડી દીધો- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): રાજ્યના TRB જવાનની દાદાગીરીના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જામનગર(Jamnagar)ના નાગનાથ(Nagnath) નાકા…

ગુજરાત(Gujarat): રાજ્યના TRB જવાનની દાદાગીરીના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જામનગર(Jamnagar)ના નાગનાથ(Nagnath) નાકા વિસ્તારમાં TRB જવાને તમામ હદ વટાવી દીધી હતી અને દિવ્યાંગ વ્યક્તિને સટાક કરતો એક લાફો ચોડી દીધો હતો. આ ઘટનાને લઇને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ(Viral video) થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં TRB જવાન દશરથસિંહ જાડેજા અને દિવ્યાંગ વ્યક્તિ વચ્ચે ભરબજારે માથાકૂટ અને બોલાચાલી થઇ ગઈ હતી. જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બનતા લોકોના ટોળે-ટોળા ભેગા થઇ ગયા હતા. આ દરમિયાન પિત્તો ગુમાવી બેઠેલા TRB જવાન દશરથસિંહ જાડેજાએ દિવ્યાંગ વ્યક્તિને સટાક કરતો એક લાફો ચોડી દીધો હતો.

જાહેરમાં વિકલાંગ વ્યક્તિને લાફો ઝીંકીને રૂબાબ બતાવતા TRB જવાન સામે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે દિવ્યાંગ વ્યક્તિ અપશબ્દો બોલ્યા હોવાનો TRB જવાન દશરથસિંહ જાડેજા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, TRB જવાનના રૂવાબના અવારનવાર કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે ત્યાંરે આ મામલે જવાબદાર અધિકારીઓ TRB જવાન વિરુદ્ધ કાર્યવાહી કરી શિષ્તના પાઠ ભણાવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

ફડાકો મારનારા TRB જવાનને ફરજ મુક્ત કરવામાં આવ્યો:
વાયરલ થઇ રહેલો વિડીયો મામલે મળતી માહિતી અનુસાર, જામનગર ટ્રાફિક વિભાગના PI વાય.જે.વાઘેલાએ જણાવતા કહ્યું હતું કે, વિડીયો વાયરલ થયા પછી TRB જવાનને ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવેલ છે. આ મામલે ફરિયાદી ફરિયાદ કરે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *