ઘરમાં પડેલી આ એક વસ્તુ ડાયાબિટીસને જડમૂળથી દુર કરશે, ૯૯% લોકોને થયો ફાયદો

દર વર્ષે વિશ્વમાં લાખો લોકો ડાયાબિટીસ (Diabetes)ને કારણે અન્ય ઘણી બીમારીઓનો શિકાર બને છે. ડાયાબિટીસ આજે સૌથી ખતરનાક રોગ બની ગયો છે. જો શરીરમાં બ્લડ સુગરને કંટ્રોલ કરનાર હોર્મોન ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે અથવા જો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સર્જાય તો ડાયાબિટીસનો રોગ થાય છે.

તેની સારવાર એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ સહિતની ઘણી શાખાઓમાં જણાવવામાં આવી છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો. કારણ કે આયુર્વેદના ભંડારમાં ઘણી બધી જડીબુટ્ટીઓ છે, જે ડાયાબિટીસમાં કારગર સાબિત થાય છે.

ડાયાબિટીસને કંટ્રોલમાં કેવી રીતે રાખવો?
ત્યારે વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો સૌથી સરળ રસ્તો શોધી કાઢ્યો છે. હકીકતમાં, એક અમેરિકન ઇવેન્ટમાં, ડાયાબિટીસને નિયંત્રિત કરવાની એક સરળ અને અસરકારક રીત વર્ણવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે તમારા રસોડામાં રાખવામાં આવેલ શાકભાજી એટલે કે ડુંગળી પણ તમારી બ્લડ સુગરને 50 ટકા સુધી ઘટાડે છે.

સાન ડિએગોમાં ધ એન્ડોક્રાઈન સોસાયટીની બેઠકમાં પ્રકાશિત પરિણામો અનુસાર, ડુંગળીનો અર્ક બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે દવા એલિયમ સેપા અને મેટફોર્મિનની જેમ કામ કરે છે. આ બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડુંગળીના સેવનથી ડાયાબિટીસના દર્દીઓનું વજન નથી વધતું અને સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે.

વધુ સંશોધન:
તમને જણાવી દઈએ કે આ સંશોધન ઉંદરો પર કરવામાં આવ્યું છે. જ્યાં વૈજ્ઞાનિકોએ ઉંદરોને 400 મિલિગ્રામ અને 600 મિલિગ્રામ ડુંગળીનો અર્ક આપ્યો, જેનાથી તેમના બ્લડ સુગરના સ્તરમાં 50% અને 35% ઘટાડો થયો. તેનું પરિણામ ચોંકાવનારું હતું. તે જ સમયે, નિષ્ણાતોએ આગળ કહ્યું કે, ‘ભવિષ્યમાં, આ સંશોધનના પરિણામો માનવોના અભ્યાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *