આજરોજ એટલે કે તારીખ 26 ના રોજ કારગીલ વિજય ના 22 વર્ષ પૂર્ણ થયા છે. ઐતિહાસિક વિજય ના અવસર પર ભારતીય સેના દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ માટે ભારતીય સેનાએ કાશ્મીર થી લેહ સુધી ના પર્વતો વચ્ચેથી એક હજાર કિલોમીટર લાંબી બાઈક રેલી યોજી હતી. આ રેલી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દ્રાસ માં બનાવેલ ઐતિહાસિક કારગિલ યુદ્ધ સ્મારક પર પૂર્ણ થઈ હતી.
રેલીમાં કારગિલ યુદ્ધમાં સામેલ એવા એક સૈનિક લેફ્ટન્ટ જનરલ વાય.કે જોશી પણ સામેલ થયા હતા. જે વીડિયોમાં ટીમના જવાનોને પૂછતા દેખાઈ રહ્યા છે કે, ‘હાઉ ઇઝ ધ જોશ’ ત્યારે તેના જવાબમાં જ જવાનો ઉત્તર આપી રહ્યા છે કે ‘હાઇ સર’.
Army Commander Northern Command leads the bikers of Dhruva Kargil Ride from the front.
Asks How is the Josh! just before crossing the dangerous Zojila pass which is at 11649ft@rajnathsingh @adgpi @PIB_India @indiannavy @IAF_MCC @drajaykumar_ias @AjaybhattBJP4UK @NorthernComd_IA pic.twitter.com/BCMgr2W6ez— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) July 25, 2021
કારગીલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગીલની ઉચ્ચા ટેકરા પર થયું હતું. જેમની શરૂઆત પાકિસ્તાન સૈનિકો દ્વારા કરવામાં આવી હતી. ભરતી સરહદમાં ઘુસણખોરી કરીને રહેવા માટે બંકર બનાવ્યા હતા. પરંતુ અંતે ભારતે તેમને કારગિલની ઉંચી ટેકરીઓ પરથી ભગાડી દીધા હતા.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધનાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કારગીલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 1999 માં શરૂ થયું અને 26 જુલાઈ સુધી ચાલ્યું હતુ. આ યુદ્ધમાં પાકિસ્તાનને કારમી હારનો સામેનો કરવો પડ્યો હતો.
We remember their sacrifices.
We remember their valour.
Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day.
Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLz
— Narendra Modi (@narendramodi) July 26, 2021
ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, અમે વીર જવાનોના બલિદાનને યાદ કરીએ છીએ અમને સૈનિકોની બહાદુરી યાદ છે. આજે કારગીલ દિવસ પર અમે તે તમામ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જે સૈનિકોએ દેશની રક્ષા કરતા કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. વીર જવાનોની આ બહાદુરી અમને દરરોજ અમને પ્રેરણા આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.