ખેડામાં ST, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 2 લોકોના મોત, ત્રણ ઘાયલ

Kheda Tripal Accident: રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કપડવંજ-મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ST બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત (Kheda Tripal Accident) સર્જાયો હતો. જેમાં કંડક્ટર અને પેસેન્જરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસના આગળના ભાગનો ફુરચા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાના કપડવંજ પાસે અકસ્માત
અકસ્માતના બનાવમાં થઇ રહેલા વધારાને જોતા તંત્ર ચિંતિત બન્યુ છે. આ ચિંતાને જોતા હવે કોઇ કડક કાયદા બનાવવામાં આવે તે જરુરી છે. અકસ્માત થયા બાદ કેટલાક કેસમાં ડ્રાઇવર પોતાનું વાહન ઘટના સ્થળે મુકીને ભાગી જાય છે. જેના કારણે પોલીસ તપાસમાં મુશ્કેલી પેદા થાય છે.

ખેડાના કપડવંજ નજીક ત્રિપલ અકસ્માતમાં બેના મોત થયા છે. બે ટ્રક અને ST બસ વચ્ચે દુધાથલ ગામે થયેલા અકસ્માતમાં ST બસના કંડક્ટર સહિત એક પેસેન્જરનું મોત થયુ છે. તો ઘાયલોને સારવાર માટે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.અકસ્માતના પગલે અંદાજે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને કપડવંજ રૂરલ પોલીસે નિયંત્રણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

2ના મોત થયા
ખેડાના કપડવંજના દુધાથલ જેવા ગામે આવો ગંભીર અકસ્માત પ્રશ્નો ઉભા કરે છે. કારણ કે ત્રિપલ અકસ્માતમાં ટ્રાફિકના નિયમો અને વાહન ચાલકની સજાગતા હોવી જરુરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો બાદ તેમના પરિવારજનોની સ્થિતિ વધુ દયનીય બને છે. તેથી અકસ્માત મામલે હવે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવે તે જરુરી છે.

મૃતકોના નામ
સંજયસિંહ અર્જુનસિંહ (ઉ.વ.52,) રહે.આબલીયાપુરા, તા.કપડવંજ, અમરસિંહ પરમાર (ઉ.વ.70,) રહે.સુણદા, તાબે નિરમાલીના મુવાડા, તા.કપડવંજ)ના કરુણ મોત થયા છે.