સાબરકાંઠા પાસે ત્રિપલ અકસ્માત: બસ-કાર અને જીપની ટક્કરમાં 3ના મોત, 10 લોકો ઘાયલ

Sabarkantha Triple Accident: સાબરકાંઠાના પોશી નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં બસ, બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત (Sabarkantha Triple Accident) સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં કમનસીબે 3 લોકોના મોત થયા છે. તો બીજી તરફ અકસ્માતમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જો કે આ અકસ્માતની ઘટના સર્જાતા લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું તેમજ અકસ્માતના પગલે પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.

3 લોકોના ઘટનાસ્થળે જ મોત
આ અંગે મળતી માહિતી અનુસાર,બસ અંબાજીથી વડોદરા તરફ જઇ રહી હતી. આ દરમ્યાન પોશીના પાસે આ અકસ્માત સર્જાયો હતો. જે બાદ ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા ખેરોજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે. તેમજ 10 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવામાં આવ્યા હતા.

ટ્રિપલ અકસ્માતના પગલે રસ્તા પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જે બાદ પોલીસની ટીમે માર્ગ પરનો ટ્રાફિકને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. સાથે સાથે અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.