ઊંઝા હાઇવે પર ટ્રિપલ અકસ્માત: લકઝરી બસ, બાઇક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 યુવાનોના મોત

Unjha Triple Accident: ઊંઝાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે (17મી જાન્યુઆરી) મોડી રાતે અહીં બ્રાહ્મણવાડા હાઈવે પર ત્રિપલ અકસ્માત (Unjha Triple Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં એક લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં બાઈક સવાર બે યુવાઓના દર્દનાક મોત મૃત્યુ નિપજ્યાં હતા. નોંધનિય છે કે, બ્રાહ્મણવાડા ગામ તરફના ક્રોસિંગ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે.

બાઈક સવાર બે યુવકોના મોત
મળતી માહિતી અનુસાર, લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મૃત્યું નિપજ્યાં હતા. મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ સ્થળ પર વારંવાર અકસ્માત થાય છે
લકઝરી અને કારમાં સવાર કેટલાક લોકોને નાની-મોટી ઇજા થઇ હતી. ઉલ્લેખનિય છે કે, બ્રાહ્મણવાડા બસ સ્ટેશન નજીક ગામ તરફ જવાના ક્રોસિંગ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. આ સ્થળ પર વારંવાર અકસ્માત થાય છે. જે અંગે રજૂઆત કરવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અકસ્માત અટકે તેવાં કોઈ બચાવનાં પગલાં નહીં લેવાતાં ગામલોકોમાં રોષ જોવા મળ્યો હતો.

હજુ ગઈકાલે મહેસાણા-અમદાવાદ હાઈવે પર ભાસરિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાઈ ખાડામાં ખાબકી હતી. કારને અકસ્માતના પગલે 2 લોકોના મોત નિપજ્યા. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા