ઘરે જઈ રહેલા મજુરોને અકસ્માત નડ્યો: ટ્રક અને બસની ટક્કર- જુઓ ઘટનાના દ્રશ્યો

બિહારના ભાગલપુરમાં વધુ એક દુષણ રોડ દુર્ઘટના થઈ છે. નોગછીયામાં મજુરોથી ભરેલા ટ્રક અને બસની ટક્કર થઇ ગઇ છે. આ દુર્ઘટનામાં નવ મજુરોનુ મૃત્યુ થઈ ગયું છે, જ્યારે ઘણા મજૂરો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળ પર પ્રશાસનનાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઘટનાસ્થળ પર પ્રશાસનના અધિકારીઓ મુજબ આ મજૂરો ટ્રકમાં બેસેલા હતા.ટક્કર બાદ ટ્રક પલટી ખાઇ ગયો અને ખાડીમાં જઈ પડયો. ઘટનાસ્થળ પર જ નવ લોકોના મૃત્યુ થઈ ગયું છે. બાકીના ઘાયલોને કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આના પહેલાં મહારાષ્ટ્રમાં સોલાપુરથી ઝારખંડ તરફ જઈ રહેલા મજુરો નું સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ નું એક્સિડન્ટ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં બસ ડ્રાઈવર સહિત ચાર લોકોના મૃત્યુ થઈ ગયું અને 15 લોકો ઘાયલ થઇ ગયા. બસને ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મજુરો સોલાપુર અને આસપાસના વિસ્તારમાં કામ કરતા હતા. લોકડાઉન બાદ તેઓ ઘરે જવા માંગતા હતા. પ્રશાસને મજૂરોને પોતાના ઝારખંડમાં આવેલા ગામ જવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ તેઓ બસ દ્વારા ગામ જવા માટે નીકળ્યા હતા, પરંતુ યવતમાલ પાસે બસને પાછળથી ડમ્પરે જોરદાર ટક્કર મારી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *