લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પરે ટક્કર માર્યા બાદ ટ્રક ભડકે બળ્યો; ડ્રાઇવર સહિત બેનાં મોત

Limbdi Ahmedabad Highway Accident: લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી. જેમાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનરનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં લીંબડી(Limbdi Ahmedabad Highway Accident) પોલીસ ટીમ તેમજ પાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ડમ્પર ચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી-અમદાવાદ હાઇવે પર ભલગામડા સર્કલ પાસે ડમ્પર ચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. જેને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

2 લોકો જીવતા સળગી જતા મોત
લીંબડી પાલિકાની ફાયર ફાયટર ટીમ અને પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં આમીન આદમભાઇ આકડા (ઉ.વ.18) અને આદમ મહંમદભાઈ આકડા (ઉ.વ.45 )નું જીવતા સળગી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા
આગ લાગવાના કારણે ધ બર્નિંગ ટ્રકને જોવા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિ બળીને ખાખ થઈ જતાં બંનેના મોત થતા તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ સમાચાર સાંભળતા જ મૃતકના પરિજનો ભારે શોકમાં ગરકાવ થયા છે.