ટ્રક ચાલકની એક ભૂલે માસુમનો ભોગ લીધો: કાબુ ગુમાવતા રોંગ સાઈડમાં આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા…

મહેસાણા(ગુજરાત): હાલ રાજ્યમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અ ઉપરાંત, કોઈ બીજાની બેદરકારીથી…

મહેસાણા(ગુજરાત): હાલ રાજ્યમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અ ઉપરાંત, કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો પણ ભોગ બને છે. આ દરમિયાન, અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક અમદાવાદ તરફથી આવી રહેલી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક ઝાડ સાથે અથડાઈને ડિવાઈડર કૂદી રોંગસાઈડમાં કાર સાથે અથડાઇ હતી. જેમાં કારચાલક, તેમની પત્ની અને પુત્રને ગંભીર ઇજા થઇ હતી.

જાણવા મળ્યું છે કે, વિસનગરના કારચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે નંદાસણ પોલીસ દ્વારા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વિસનગરના કાંસા રોડ પર અરવિંદનગર સોસાયટીમાં રહેતા અને ગૌરવપથ ઉપર જે.વી.હેરસ્ટાઇલ નામે સલૂન ધરાવતાં અરૂણભાઈ જયંતિભાઈ નાયી, તેમનાં પત્ની દક્ષાબેન અને દીકરો જીલ રવિવારે સવારે કૂતરાને રસી અપાવવા કાર લઈને નીકળ્યા હતા.

આ દરમિયાન, તેઓ નંદાસણથી આગળ ઉમિયા ટીમ્બર માર્ટની સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદ તરફથી આવતી ટ્રક ઝાડ સાથે અથડાઈને ડિવાઈડર કૂદી રોંગસાઈડમાં અરૂણભાઈની કારના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય જણાને ઈજા પહોંચતાં 108 દ્વારા મહેસાણા સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા.

પ્રાથમિક સારવાર આપી માતા અને દીકરાને લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરી અરૂણભાઈને નવજીવન આઇસીયુમાં ખસેડાતાં ડોકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકના ભાઈ સંજયભાઈ જયંતીભાઇ નાયીએ નંદાસણ પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *