સુરત નજીક પેટમાં ચપ્પુ મારી ભાગતા ત્રણ લુટારુ માંથી એક ઝડપાયો, લોકોથી બચવા પોતાના જ પેટમાં ચપ્પુ મારી કર્યો આપઘાત

સુરત(ગુજરાત): ટેમ્પો ચાલક ટ્રાન્સપોર્ટનો સામાન વાપી ખાલી કરી કચ્છ જઈ રહ્યો હતો. ટેમ્પોનું ટાયર કામરેજના વાવ ગામ પાસે ફાટી ગયું હતું. ટાયર બદલતા સમયે મોટરસાકલ આવેલા 3 યુવાનોએ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે ડ્રાઈવરે રૂપિયા આપવાની ના પાડતાં યુવકોએ તેના પેટમાં ચપ્પુ માર્યું હતું. ઇજાગ્રસ્ત ડ્રાઇવરે બૂમા બૂમ કરતાં યુવકો મોટરસાઈકલ પર ફરાર થઇ રહ્યા હતા. ત્યારે બીજા ડ્રાઈવરે ટોમી છુટ્ટી મારતાં પાછળ બેઠેલ એક યુવક રોડ પર પટકાયો હતો. અને ત્યાંથી પસાર થતાં લોકોએ તેને પકડી લીધો હતો. લોકોથી બચવા માટે આ યુવકે પોતાના પેટમાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લીધો હતો. જો કે, મૃતકના પરિવારજનોએ હત્યા કે આત્મહત્યા અંગે શંકા વ્યક્ત કરી ન્યાની માંગણી કરી છે.

સારવાર દરમિયાન ગંભીર ઈજાને કારણે તેનું મોત થયું હતું. મૃતક યુવક કામરેજનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. મળતી માહિતી અનુસાર, નરશી સ્ટીટ છત્રપતિ શીવાજી ટર્મીનલની બાજુમા આવેલ મુંબઇની મહારાજા ટ્રાન્શલાઇનર આવેલ છે. છેલ્લાં બે વર્ષથી ત્યાં ડ્રાઇવર તરીકે સુનીલ દયારામ નીશાદ નોકરી કરતો હતો. 19-7-2021ની રાત્રે 9 વાગે તે તેના મિલિકીનાં ટાટાં 1108 ટેમ્પો નં (MH 04 FP 3105)માં મુંબઇ ડોંબીવલીથી પરચુરણ મીક્ષ કાપડનો માલ ભરી નીકળ્યો હતો.

બીજે દિવસે બપોરે 2.00 વાગે વાપી ટ્રાન્સપોર્ટની ઓફિસે આવી ત્યાંથી બીજોમાલ ભરી કચ્છ ભૂજ ખાલી કરવા માટે નીકળ્યો હતો. કડોદરાથી કામરેજ વચ્ચે વાવ ગામની સીમમાં GEB સ્ટેશનની સામેેથી પસાર થતી વખતે ટાયર ફાટતા ટેમ્પો રોડની સાઇડે મુકી માલિક પરેશભાઇ રાજગોરને ફોન કરીને જાણ કરી હતી. શેઠે તેમને જણાવ્યું હતું કે, આજે આપના ભારતબેંઝ ટ્રક નં (MH 42 T 7302)નો ચાલક શાલીકરામ ગીરધારીલાલ યાદવ માલ ભરી કચ્છ-ભુજ જવા માટે નીકળો છે.

વાપીથી તે તારી ગાડીનાં ટાયર લેતો આવશે. જેથી સુનીલ વાવ ટેમ્પોમાં જ રોકાયો હતો. 21 જુલાઈનાં રોજ સાંજે 5.30 વાગે શાદીકરામ ટ્રક લઇનેે આવતા ટેમ્પાની પાછળ ટ્રક ઉભી રાખી બંને ટેમ્પાનું ટાયર બદલતા હતા. ત્યારે 6.00 વાગ્યે પાછળથી 3 વ્યક્તિઓ આવીને મોટરસાઈકલ ટેમ્પોની આગળ ઉભી રાખી હતી.

પાછળ બેઠેલા વ્યક્તિએ શાલીકરામ પાસે આવી આ ટ્રક તારી છે, એમ પુંછ્યું હતું. શાલીકરામે હા કહેતા 2 થી 3 વાર પૈસાની માંગણી કરી હતી, પરંતુ શાલીકરામે પૈસા આપવાની ના પાડતા તેની પાસે રહેલું ચપ્પુ કાઢી મારી દેવાની ધમકી આપીને પેન્ટનાં ખીસ્સામાંથી હાથ નાંખી પૈસા કાઢી લેતા, બંને વચ્ચે ઝઘડો થયો હતો. લૂંટારૂ વ્યક્તિએ તેનાં હાથમાંનું ચપ્પૂ શાલીકરામનાં પેટમાં ડાબી બાજુના ભાગે મારી દીધુ હતું.

બુમાબુમ થતાં રોડ પર બેઠેલાં બીજા 2 ઇસમો પણ દોડી આવ્યા હતાં. બંનેએ ડ્રાઇવર સાથે ઝઘડો કર્યો હતો. 3 વ્યક્તિએ મોટરસાઈકલ પર બેસી ભાગવા જતા ઇજાગ્રસ્ત શાદીકરામે ટોમીનો છુટ્ટો ઘા કર્યો હતો. મોટરસાઈકલ પર પાછળ બેઠેલા વ્યક્તિને વાગતા તે રોડ પર પડી ગયો હતો. જ્યારે બીજા 2 ભાગી ગયા હતા. આ દરમિયાન રોડ પરથી અવરજવર કરતા લોકોએ બીજા વ્યક્તિને પકડી લેતાં તેણેે ભાગવા માટે તેની પાસેનું ચપ્પૂ પોતાની જાતે પેટમાંં મારી દઇ લોહીલુહાણ થઇ ગયો હતો.

તે દરમિયાન ભેગા થયેલા લોકોમાંથી કોઇકે 108ને ફોન કરી લોકોએ લુંટારો વ્યક્તિનું નામ પુછતાં કૃણાલ રાજેશકુમાર દેશમુખ જાણવા મળ્યું હતું. બંનેને 108 મારફતે સુરત સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ત્યાં સારવાર દરમિયાન કૃણાલ દેશણુખનું મોત થયું હતું. જ્યારે શીવાલીકરામ આઇસીયુ વોડેમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. કામરેજ પોલિસે સુનિલ દયારામ નીશાદની ફરિયાદ લઇ કૃણાલ દેશમુખ તથા બીજા 2 અજાણ્યા વ્યક્તિઓ જેની ઉમર આશરે 20 થી 25 વર્ષનાં સામેે 307, 394, 506 (2)મુજબ લૂંટનો ગુનો નોંધાયો હતો. જ્યારે કૃણાલ રાજેશ દેશમુખનાં અકસ્માત બાદ પી એમ રીપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી શરુ કરી છે.

મૃતક કૃણાલ રાજેશ દેશમુખની ફોઈના જણાવ્યા અનુસાર, પિતાના મૃત્યુ પછી કૃણાલની માતા એ બીજા લગ્ન કરી લીધા હતાં. તેને કારણે કૃણાલ મારી સાથે રહેતો હતો. કૃણાલ લગભગ 3 મહિનાથી બેકાર અને એક અઠવાડિયાથી ઘરે આવ્યો ન હતો. જોકે આખી ઘટના રાત્રે સ્મીમેર હોસ્પિટલમાંથી ફોન આવતા જાણવા મળી હતી.

મૃતકના મિત્રએ કહ્યું હતું કે, કૃણાલ 4 દિવસ મારી સાથે હતો. કામરેજના માનસરોવરમાં અમે એક મિત્રના ઘરે રહેતા હતાં. ત્યારબાદ, ઘટનાના દિવસે હું સવારે સુરત કામ પર આવ્યો ત્યારે કૃણાલ કામરેજ ગયો હતો. બનાવના દિવસે બપોરે 3 વાગ્યે મારી કૃણાલ સાથે ઘણી વાત થઈ હતી. એટલું જ નહીં, 6 વાગે પણ વાત થઈ હતી. એમ લાગતું હતું કે, કૃણાલની આજુબાજુ તેના અન્ય મિત્રો પણ હતા. પછી અચાનક રાત્રે 9:15 મિનિટે સ્મીમેર હોસ્પિટલમાંથી ફોન આવતા હું ચોંકી ગયો હતો. તરત હોસ્પિટલ જતા કૃણાલ સાથે થોડી જ વાત થઈ હતી. ટ્રકવાળાએ ચપ્પુ માર્યું હોવાની વાત કરતાં કરતા કૃણાલ ગંભીર થઈ ગયો હતો. એકબીજાના પરિચયમાં અમે દોઢ વર્ષથી હતા. કૃણાલની હત્યા કે આત્મ હત્યા અંગે તપાસ કરી પોલીસ અમને ન્યાય મળે તેવી અમારી જ ઈચ્છા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *