જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનથી સર્જાયો ભયાનક અકસ્માત- ટ્રક ઉંડી ખાડીમાં પડતા 4 લોકોના મોત

Jammu Kashmir Truck Accident: જમ્મુ અને કાશ્મીરના NH-44 પર બનિહાલમાં મંગળવારે સવારે એક વાહન પહાડ સાથે અથડાતા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.(Jammu Kashmir Truck Accident)…

Jammu Kashmir Truck Accident: જમ્મુ અને કાશ્મીરના NH-44 પર બનિહાલમાં મંગળવારે સવારે એક વાહન પહાડ સાથે અથડાતા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.(Jammu Kashmir Truck Accident) માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. આ પછી કાટમાળ નીચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ટ્રક ઉંડી ખાડીમાં પડતા 4 લોકોના મોત
મળતી માહિતી મુજબ, ટ્રક જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી. આ દરમિયાન નેશનલ હાઈવે પર પહાડ પરથી એક મોટો પથ્થર પડ્યો અને સીધો ટ્રક સાથે અથડાઈ ગયો. જેના કારણે ટ્રક રોડ પરથી લપસીને ખાડામાં પડી હતી. ટ્રકમાં સવાર ચારેય મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટના બાદ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને બહાર કાઢ્યા.

મૃત્યુ પામેલા લોકોની ઓળખ 
અધિકારીઓએ જણાવ્યું છે કે, રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં શેર બીબી પાસે ટ્રક રસ્તા પરથી લપસી જવાને કારણે અને ખાઈમાં પડી જવાને કારણે આ ઘટના બની છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ અફઝલ ગારુ, અલ્તાફ ગરુ, ઈરફાન અહેમદ અને શૌકત અહેમદ તરીકે થઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ કિશ્તવારી પાથેર બનિહાલમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બંને તરફથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને માર્ગો જાણ્યા પછી જ NH-44 પર મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *