સુરતમાં કરોડો રૂપિયાની વૈભવી જીવનશૈલીનો ત્યાગ કરી, 12 વર્ષની દીકરી દીક્ષા ગ્રહણ કરી અપનાવશે સંયમનો માર્ગ

Published on Trishul News at 3:22 PM, Tue, 12 September 2023

Last modified on September 12th, 2023 at 3:22 PM

12 year old daughter took initiation: સુરત શહેરમાં હાલ દીક્ષા મુહૂર્તની મોસમ ચાલી રહી છે, ત્યારે તેમાં માત્ર 12 વર્ષની વયે દીક્ષા લેવા માગતી શાહ પરિવારની મુમુક્ષુ પ્રિશા શાહનું દીક્ષા મુહૂર્ત જૈનાચાર્ય રશ્મિરતન સુરીજીની નિશ્રામાં સુરતના ઉમરા જૈન સંઘમાં કાઢવામાં આવ્યું હતું. તે ફક્ત 12 વર્ષની ઉંમરમાં (12 year old daughter took initiation) નાનકડી દીકરીએ પોતાની વૈભવી જીવનશૈલીની મોહ-માયાનો ત્યાગ કરીને સંયમના માર્ગે આપનાવાનું નક્કી કર્યું છે.

બિઝનેસમેનની 12 વર્ષની દીકરી સંયમના માર્ગે
સુરતમાં જૈન સમુદાયમાં ચાતુર્માસની રંગારંગ ઉજવણી પછી દીક્ષાની વણઝાર જોવા મળી રહી છે. જેમાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી બિઝનેસમેનની 12 વર્ષની દીકરી પ્રિશા શાહએ પોતાનું વૈભવી જીવનશૈલી છોડી દીક્ષા અંગીકાર કરશે. ઓડી કારમાં ઘરેથી મુહૂર્ત લેવા પહોંચેલી પ્રિશાને આચાર્ય રશ્મિરત્નસૂરીએ 17 જાન્યુઆરી 2024નું મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું છે.

ઓડી કારમાં પ્રિશા દીક્ષા મુહૂર્ત લેવા માટે પહોંચી
અડાજણ પાલ વિસ્તારમાં રહેતી પ્રિશા હર્ષિતભાઇ શાહની કે જેની ઉંમર 12 વર્ષની હોવાની સાથે ધો-4 સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારપછી સંયમ ધર્મનો રંગ લાગતા હવે દીક્ષા લેવા જઈ રહિ છે. પ્રિયાના પિતા બિઝનેસમેન હોય પ્રિયા વૈભવી જીવનશૈલી છોડી સંયમ માર્ગે પ્રયાણ કરશે. ઓડી કારમાં પ્રિશા દીક્ષામુહૂર્ત લેવા માટે જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી સમક્ષ પહોંચી હતી.

માનવજન્મને સાર્થક કરવું છે: પ્રિશા
તે દરમિયાન પ્રિશાએ કહ્યું છે કે, ગુરુદેવ, માનવજીવન મુનિ બની મોક્ષમાં જવા માટે મળ્યું છે. મારે માનવજન્મને સાર્થક કરવું છે. તે માટે ચરિત્ર સ્વીકારના લાઇસન્સરૂપી ચારિત્ર્યનું મંગલ મુહૂર્ત તમે મને કહો. જવાબમાં આચાર્ય રશ્મિરત્નસૂરીએ કહ્યું છે કે, આ બધા મુમુક્ષુઓ સંયમ પાળતા હોય છે. તેમની સક્રિય અનુમોદના ત્યારે જ થશે કે જ્યારે જીવનમાં નાના-મોટા ત્યાગ અને વિરતિની સાધનામાં આપણે આગળ વધીએ.

સુરતમાં દીક્ષા મુહૂર્તની વણઝાર જોવા મળશે
હૃદયના આશીર્વાદ સાથે 17 જાન્યુઆરી-2024નું મુહૂર્ત બાળમુમુક્ષુને પ્રદાન કરવામાં આવ્યું છે. આ સિવાય આવનારા દિવસોમાં સુરતમાં દીક્ષા મુહૂર્તની વણઝાર જોવા મળી શકે છે. 17 વર્ષીય મુમુક્ષુ જાન્યા શાહ, 10 વર્ષીય ઝોહી શાહ, મુમુક્ષુ ધ્રુવી શાહ અને મુમુક્ષુ શ્રુતિ શાહને સંયમ મુહૂર્તની તૈયારી કરવામાં આવી રહી છે.

Be the first to comment on "સુરતમાં કરોડો રૂપિયાની વૈભવી જીવનશૈલીનો ત્યાગ કરી, 12 વર્ષની દીકરી દીક્ષા ગ્રહણ કરી અપનાવશે સંયમનો માર્ગ"

Leave a comment

Your email address will not be published.


*