સુરતમાં ટ્રકે તબાહી મચાવી: પોલીસવાન સહિત 4 વાહનને ટક્કર મારતાં 2ના મોત, 15 ઘાયલ

Surat Accident: સુરતના કામરેજ નજીક નવા ગામે એક અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હોવાથી સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિકને (Surat Accident) હળવો કરવા ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બે પોલીસકર્મી સહિત ચાર લોકોને અડફેટે લેતાં 2 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકે કામરેજ નજીક નવા ગામ બ્રિજ પાસે બોલેરો, ટ્રેલર અને ટ્રાફિક પોલીસવાનને અડફેટે લીધા હતા. જેમાં બોલરો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી રફૂચક્કર થઇ ગયો હતો. જોકે પોલીસે ટ્રક ક્લીનરને પકડી પાડ્યો હતો અને ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રક ચાલક મુંબઈથી ટ્રકમાં મીઠું ભરી દિલ્હી જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થયો, પોલીસે ક્લીનરને ઝડપી લીધો હતો.પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.