તાજેતરમાં, દેશના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદના વિડીયોએ સોશિયલ મીડિયા(Social media) પર બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ફરી એકવાર એક વિડિયો ઇન્ટરનેટ પર એવી રીતે વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો પણ ચોંકી ગયા છે. પરંતુ આ જે વિડીયો વાઈરલ(Viral video) થઈ રહ્યો છે તે વરસાદનો નથી, પરંતુ માછલીઓના વરસાદ(Rain of fish)નો છે. વિડીયોમાં કોઈ ડોલ-બોરીમાં માછલી ભરતો જોવા મળે છે, તો કોઈ હેલ્મેટમાં માછલી ભરતો જોવા મળે છે.
सड़क पर गिरी मछली, मच गई लूट#बिहार pic.twitter.com/ZleUZpDOp2
— Hari krishan (@ihari_krishan) May 28, 2022
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો બિહારના ગયા જિલ્લાના અમાસ પોલીસ સ્ટેશન વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં શનિવારે માછલીઓથી ભરેલી એક ટ્રક કાબૂ બહાર થઈ ગઈ હતી, જેના કારણે ટ્રકની પાછળની સાઈડથી માછલીઓનો વરસાદ થવા લાગ્યો હતો.
બીજી તરફ રસ્તા પર માછલીઓને જોઈ લોકોએ પણ ઉગ્ર લૂંટ મચાવી હતી. લોકોની હાલત એવી હતી કે જાણે લોટરી લાગી હોય. રસ્તા પર પડેલી માછલી પકડવા માટે લોકોને જે મળ્યું તે લઈને દોડી આવ્યા હતા. આ દરમિયાન, કોઈ ડોલ-બોરીમાં માછલી ભરતો જોવા મળે છે, તો કોઈ હેલ્મેટમાં માછલી ભરતો જોવા મળે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં લોકો રસ્તા પર પડી ગયેલી માછલીઓને લૂંટવા માટે તૂટી પડતા જોવા મળે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.