હવે કોઈનો કોલ આવશે તો Truecaller જણાવી દેશે કે, સામેવાળાએ તમને કેમ ફોન કર્યો છે?

Truecaller એક એવી એપ્લીકેશન છે જે હાલનાં સમયમાં લગભગ બધાનાં ફોનમાં હોય છે. આ એપ્લીકેશન વપરાશકર્તાને એવાં કોન્ટેક્ટ નંબરની જાણકારી આપે છે, જે તમારા ફોનમાં નંબર સેવ હોતાં નથી. હાલ કંપની વપરાશકર્તા માટે એક એવું અલગ ફીચર લઈને આવી છે કે, કોલ રિસીવ કરતાં અગાઉ જ તમને ખબર પડી જશે કે, કોલ કેમ કરવામાં આવ્યો છે. કંપની આ ફીચરને એન્ડ્રોઈડ વપરાશકર્તા માટે ગ્લોબલ રોલઆઉટ કરે છે. Truecallerએ 3 નવા ફીચર્સ કોલ રીઝન, શેડ્યૂલ SMS તેમજ SMS ટ્રાન્સલેશન રોલઆઉટ કર્યું છે.

Call Reason…
આ ફીચરથી વપરાશકર્તા કોલ કરતા અગાઉ જ તેનું કારણ સેટ કરી શકશે. જેનાં લીધે કોલ રિસીવ કરનાર વપરાશકર્તા કોલ રિસીવ કરતા અગાઉ જ કારણ જાણી શકશે. કોલ પર્સનલ, બિઝનેસ કે અર્જન્ટ કારણથી કરવામાં આવ્યો છે એ જાણવા કોલમાં એક નોટ ઉપર મોકલી શકાશે. જેમાં કોલનું રીઝન લખેલું હશે. તેવામાં જે લોકોનાં નવા નંબર પરથી કોલ આવ્યા છે તેમનાં માટે આ ફીચર ખુબ જ ઉપયોગી છે.

Schedule SMS…
Schedule SMS ફીચરથી વપરાશકર્તા કોઈ ઈવેન્ટ, મીટિંગ અથવા બીજા કારણ માટે મેસેજ રિમાઈન્ડર શેડ્યૂલ કરી શકશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાએ મેસેજ મોકલતી વખતે ડેટ તેમજ ટાઈમ પણ સેટ કરવો પડશે. આ કરવાથી તમે નિયત કરેલાં સમયે SMS સેન્ડ થઈ જશે.

SMS Translate…
આ ફીચર દ્વારા કોઈ બીજા ભાષામાં મળનારા મેસેજને તમે તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરીને વાંચી શકો છો. આ ફીચર ગૂગલની ML Kitથી પાવર્ડ છે. તેવામાં દરેક મેસેજ ફોન ઉપર જ લોકલી પ્રોસેસ તેમજ ટ્રાન્સલેટ કરવામાં આવશે. આ ફીચર 59 જેટલી ભાષાઓને સપોર્ટ કરે છે, તેમાં 8 જેટલી ભારતીય ભાષાઓ છે. આ ફીચર એવાં લોકોને મદદ કરશે, જે વપરાશકર્તાને અંગ્રેજી મેસેજ વાંચતા આવડતા નથી. ફોનમાં SMS જો કોઈ વિદેશી ભાષામાં હશે તો તે ઓટોમેટિકલી ડિટેક્ટ કરી નવું ફીચર દેખાડશે અથવા ટ્રાન્સલેશન ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *