મોટી ભવિષ્યવાણી: “ભારતમાં ઓગસ્ટ સુધીમાં કોરોનાને કારણે 34 હજાર લોકોના મોત થશે”, જાણો કોણે કહ્યું?

Corona could kill 34,000 people in India by August

કોરોના વાઇરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ચીનમાંથી ફેલાયેલો વાયરસ ભારત સહિત ઘણા દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એવામાં કોરોના વાયરસથી સતત વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને મોદીએ સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી.

હાલમાં ભારતમાં ચોથી વખત લોકડાઉન લાગુ કર્યા બાદ પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે એક શોધમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, બંને દેશમાં જો કોરોના વાયરસના કેસ આ જ રીતે વધતા રહ્યા તો ઓગસ્ટ સુધીમાં ભારતમાં મૃત્યુઆંક 34 હજાર અને પાકિસ્તાનમાં 5 હજારને પાર થઈ જશે.

USની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ચેપી રોગના નિષ્ણાંત એવા ફહીમ યૂનૂસના જણાવ્યા મુજબ, ભારત અને પાકિસ્તાનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો આ પ્રમાણે આંકડો વધતો રહ્યો તો કદાચ 4 ઓગસ્ટ સુધીમાં મૃત્યુઆંક અનેક ગણો વધી જશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, 4 ઓગસ્ટ સુધી કોરોના વાયરસને કારણે લગભગ 34,155 લોકોના મોત થઈ શકે છે. જો કે, તેમણે જણાવ્યું છે કે અંદાજ ખોટા હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: