થોડા સમય પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિનાં પદ માટે ચુંટણીનું આયોજન થયું હતું. જેમાં અગાઉનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો. અમેરિકામાં ચૂંટણીનાં પરિણામના એક મહિના પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પનાં સૂર બદલાયા નથી. તેઓ હજુ પણ સતત ચૂંટણીમાં ગેરરીતિ થયાની વાત જણાવી રહ્યા છે.
જો કે, સૌપ્રથમ વખત તો તેઓએ વ્હાઇટ હાઉસ છોડીને જવાની વાત પણ કરી છે. થેન્ક્સગિવિંગ હોલિડે પર પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ વ્હાઇટ હાઉસ છોડવા માટે તૈયાર છે પણ તેઓએ એની માટે એક શરત મૂકી છે. ખાસ વાત તો એ છે કે, નવા ચૂંટાયેલ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન આવતા વર્ષનાં જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.
ટ્રમ્પે શું શરત મૂકી?
પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવતાં કહ્યું હતું કે, જો ઇલેક્ટોરલ કોલેજને ધ્યાને લઈ ઔપચારિક રીતે જો બાઇડનને વિજેતા જાહેર કરવામાં આવે તો તેઓ વ્હાઇટ હાઉસ છોડીને જતા રહેશે. ખાસ વાત તો એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચૂંટણીમાં ગડબડ થઈ હોવાની વાત જણાવી રહ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે, એવું માનવું તેમના માટે અઘરું છે. કારણ કે, અમે જાણીએ છીએ કે ત્યાં મોટાપાયે ગેરરીતિ થઈ હતી. ઇલેક્શન ડે પછી સૌપ્રથમ વખત ટ્રમ્પ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. ટ્રમ્પે કોર્ટમાં ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ લગાવીને કેસ દાખલ કરાવ્યો છે.
જો કે, એમને કાયદાકિય મોરચા પર કોઈ ખાસ સફળતા મળી નથી. હાલમાં પેન્સિલ્વેનિયામાં કોર્ટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના કેસને ફગાવી દેવામાં આવ્યો છે. અમેરિકામાં એક ઉમેદવાર રાષ્ટ્રપતિ ત્યારે બને છે, જ્યારે તેના ખાતામાં સૌથી વધુ ઇલેક્ટોરલ વોટ રહેલાં હોય.
અહીં નેશનલ પોપ્યૂલર વોટની તુલનામાં ઇલેક્ટોરલ વોટને વધારે મહત્વ આપવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના તમામ નાગરિકોને વેક્સીન પૂરી પાડવા માટે તૈયાર છે. તેઓએ કહ્યું હતું કે, વેક્સીનની ડિલીવરી આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવશે. આની સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, વેક્સીન પહેલા ફ્રન્ટલાઇન વર્કર્સ તેમજ સિનીયર સિટિઝન્સને આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle