હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વાડજમાં એક વિધવા મહિલા બે બાળકો સાથે એકલી રહે છે. આ દરમિયાન તેના પાડોશમાં રહેતા ધમો જીતુભાઇ સોમૈયા નામના એક શખ્સે મહિલાનો એકલતાનો લાભ લઇને તેની બે વાર આબરૂ લુટવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ વિધવા મહિલાનો ભાઇ એક મહિલાની હત્યા કેસમાં જેલ છે. તે થોડા સમય માટે પેરોલ પર તેના ઘરે આવ્યો હતો. તે વખતે ધમાએ વિધવાને બહાર બોલાવીને દુપટ્ટો ખેચીને આબરૂ લેવા જતાં ઝપાઝપી થઇ હતી.
જેથી વિધવા અને તેના ભાઇ પર ધમાએ લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં મહિલાને હાથે તેમજ તેના ભાઇને કપાળના ભાગે ઇજા પહોચી હતી. આ અંગે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. આ દરમિયાન ધમા વતી તેના ભાઇ વિકાએ માફી માંગી હતી તેથી પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.
વિધવા મહિલાનો ભાઇ રાજુ રાઠોડની પેરોલ પુરી થતાં તે જેલમાં જતો રહ્યો હતો. ત્યારબાદ બુધવારે રાત્રે બે વાગે ફરીથી ધમો વિધવા મહિલાના ઘરમાં કપડા પહેર્યા વગર જ ઘુસી ગયો હતો. મહિલાને જબરજસ્તી બાથમાં લેવા જતાં તેણે બુમાબુમ કરી હતી જેથી આસપાસના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા.
આ ઉપરાંત ધમાએ મહિલાને ધમકી આપી હતી કે તને છોડીશ નહી તને તો રાખીને જ જંપીશ તેમ કહીને તે ત્યાંથી જતો રહ્યો હતો. આ અંગે મહિલાએ પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરતાં વાડજ પોલીસ દ્વારા ધમા વિરુધ્ધ છેડતી અને ધમકીનો ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.