ધ્રુજાવી દેતી મોતનો LIVE વિડીયો- બે સેકંડ પણ ખમી ન શક્યો ને ઉતાવળે આંબી ગયું મોત- ટ્રકે યુવકના છુંદા બોલાવી દીધા

ઉતરપ્રદેશ(Uttar Pradesh): દેશમાં દર એક મીનીટે સેંકડો અકસ્માત થઇ રહ્યા છે. જેમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી…

ઉતરપ્રદેશ(Uttar Pradesh): દેશમાં દર એક મીનીટે સેંકડો અકસ્માત થઇ રહ્યા છે. જેમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રોડ ક્રોસ કરી રહેલ યુવક ટ્રકની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ વાઈરલ થઇ રહ્યા છે. આ સમગ્ર ઘટના એવી વિચિત્ર રીતે બને કે, વિડીયો જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

એક યુવક ટ્રકની નીચેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો જે જામના કારણે અટકી ગયો હતો. ત્યારે અચાનક ટ્રક ચાલવા લાગી, જેના કારણે તે પૈડા નીચે આવી ગયો અને ટ્રકનો પાછળનો ભાગ તેની ઉપરથી પસાર થઈ ગયો. જેના કારણે તેનું મોત થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

હાલમાં સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાઈરલ થઇ રહ્યા છે. વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, એક યુવક ટ્રકની ચેસીસની નીચેથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે દરમિયાન ટ્રક અચાનક જ ચાલવા લાગે છે અને યુવકની ઉપરથી પસાર થઇ જાય છે. ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા યુવકનું ઘટના સાથળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, આ ભયંકર અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ મનીષ શર્મા હોવાનું જાણવા મળી રહ્યું છે. મનીષની ઉંમર 22 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાત્રે 9 વાગ્યાના સુમારે માનીષ ઘરેથી અમુક વસ્તુ લેવા માટે દુકાને ગયો હતો. તે દરમ્યાન જ આ ગંભીર ઘટના બનવા પામી હતી.

ઘટના દરમ્યાન ત્યાં હાજર લોકોએ જણાવતા કહ્યું કે, યુવક સામાન લઈને રોડ ક્રોસ કરવા માટે જઈ રહ્યો હતો. તે દરમ્યાન રોડ ઉપર ટ્રાફિક સર્જાયું હતું. જેના કારણે રોડ ક્રોસ કરવાની પણ જગ્યા ના હતી. પરંતુ મનીષને ઉતાવળ હતી એટલા માટે તે ટ્રકની નીચેથી રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ટ્રકચાલક પોતાનો ટ્રક ચલાવવા લાગે છે છે અને યુવક પાછળના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ છૂંદો બોલી ગયો હતો.

સ્થળ પર હાજર લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ટ્રકનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક યુવક મનીષ શર્મા બજરંગ દળનો કાર્યકર હતો. ઘટનાસ્થળે પહોંચેલા બજરંગ દળના જિલ્લા પ્રમુખ આદિત્ય ચૌધરીએ મૃતક યુવકના પરિવારને સરકાર પાસેથી એક કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *