મંગળવારે આ રીતે હનુમાનજીની પૂજા કરવાથી મળશે ધનલાભ, ભક્તોના દરેક કષ્ટો કરશે દુર

મંગળવાર હનુમાન પૂજા: મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે, શ્રી રામના પરમ ભક્ત અને 11 મા રુદ્રાવતાર હનુમાનનો જન્મ મંગળવારે થયો હતો. સાથે જ હનુમાનને મંગળના કારક દેવતા પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંગળવાર હનુમાનની પૂજાનો વિશેષ દિવસ છે. પવનપુત્ર હનુમાનને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે, જે ભક્તો તેમની નિષ્ઠાપૂર્વક હૃદયથી પૂજા-ભક્તિ કરે છે તેમની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. હિન્દુ ધર્મ અનુસાર, મંગળવારે હનુમાન ચાલીસા, જાપ અને પૂજા કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે. તો ચાલો જાણીએ મંગળવારે હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી…

1. એવું કહેવામાં આવે છે કે, આજે પણ શ્રી રામના આદેશને અનુસરીને હનુમાનજી પૃથ્વી પર ભક્તોની રક્ષા માટે બેઠા છે. ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. બીજી બાજુ, ભક્તોનું માનવું છે કે, હનુમાનજીની ઉપાસનાથી તેમની સૌથી મોટી મુશ્કેલીઓ પણ એક ક્ષણમાં ટળી જાય છે. હનુમાનને “સંકટ મોચન” પણ કહેવામાં આવે છે.

2. માનવામાં આવે છે કે, મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. ધન, વિજય અને આરોગ્ય હનુમાનની કૃપાથી પ્રાપ્ત થાય છે.

જાણો કેવી રીતે કરવી પૂજા:

1. એવું માનવામાં આવે છે કે, મંગળવારે હનુમાનજીને નિયમિત પાન ચડાવવાથી રોજગારીના માર્ગો ખુલી જાય છે. આ ઉપરાંત, નોકરી કરતા લોકો પણ પ્રગતિના પંથે આગળ વધે છે.

2. મંગળવારે ધનનો પ્રવાહ વધારવા માટે, એક વટવૃક્ષનું એક પાન તોડી લો. તેને ગંગાજળથી ધોઈને હનુમાનજીને અર્પણ કરો. આ કામ સવારે કરવું શુભ માનવામાં આવે છે. તે આર્થિક મુશ્કેલીઓથી પણ મુક્તિ આપે છે.

3. દર મંગળવારે હનુમાનજીની સામે બેસીને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો, બધા અટકેલા કામ પૂર્ણ થાય છે. ખરાબ કાર્યો સારા થાય છે અને વ્યક્તિ દેવામાંથી છુટકારો મેળવી શકે છે.

4. સંપત્તિ માટે હનુમાનજીને ખુશ કરવાનો સૌથી સરળ રસ્તો મંગળવારે સાંજે હનુમાનજીને કેવડા અત્તર, ગુલાબની માળા અથવા ફૂલો અર્પણ કરવાનો છે. આ દિવસે લાલ રંગના કપડાં પહેરવાનો પ્રયત્ન કરો.

5. આ ઉપરાંત, એવું માનવામાં આવે છે કે, મંગળવારે સિંદૂર સાથે પૂજા કરવાથી તમામ દુ:ખોમાંથી મુક્તિ મળે છે.

6. મંગળવારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવા. તેનાથી વિવાહિત જીવનમાં સુમેળ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *