Afghanistan Earthquake: તુર્કી અને સીરીયા બાદ ભારતમાં ભૂકંપ(Turkey-Syria earthquake)ના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. આજે સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. ત્યારે હવે ભારત બાદ વધુ એક દેશમાં ભૂકંપે હાહાકાર મચાવ્યો છે. અફઘાનિસ્તાનમાં હવે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મહત્વનું છે કે, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તર શહેર ફૈઝાબાદથી 100 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે લગભગ 6:47 વાગ્યે આ પ્રદેશમાં આવ્યો હતો અને તેની ઊંડાઈ 135 કિમી હતી. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
સિક્કિમમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા:
સિક્કિમમાં સોમવારે સવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવારે લગભગ 4.15 કલાકે આંચકા અનુભવાયા હતા.
આસામમાં રવિવારે આવ્યો હતો ભૂકંપ:
આ પહેલા રવિવારે આસામના નાગાંવમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશ, ભારત અને ભૂટાનના ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ જણાવ્યું કે, સુરતના લગભગ 27 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW)ના અંતરે શનિવારે સવારે 12:52 કલાકે આંચકો નોંધાયો હતો.
અમે જણાવી દઈએ કે, ભારતની લગભગ 59 % જમીન વિવિધ તીવ્રતાના ભૂકંપ માટે સંવેદનશીલ છે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરો અને નગરો ઝોન-5માં છે અને સૌથી વધુ તીવ્રતાના ધરતીકંપનું જોખમ છે. ઝોન-5માં 9ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. ઝોન-5માં ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર અને સમગ્ર ઉત્તર પૂર્વનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.