6 વર્ષ પછી કમબેક કરશે ટીવી શો CID: ફરીવાર ACP પ્રદ્યુમન ખૂની ખેલના કોયડા ઉકેલશે

CID Season 2: 21 વર્ષ સુધી ટીવી જગત પર રાજ કરનારી સિરિયલ CID ફરી એક વાર ચર્ચામાં આવી છે. તમે જો CID ટીવી સિરિયલના ચાહક હો, તો આ સમાચાર તમારા માટે જ છે. અમે તમને ગુડ ન્યુઝ આપવા જઇ રહ્યા છીએ. તમારી આ માનિતી સિરિયલ ફરીથી કમબેક (CID Season 2) કરવા જઇ રહી છે. હા, તમે સાચુ જ વાંચ્યું છે. આ સિરિયલ ફરી એકવાર ટીવી પર પરત ફરી રહી છે. CIDની પહેલી ઝલક હાલમાં જ જાહેર કરવામાં આવી છે, જેને જોયા બાદ ચાહકોની ખુશીની કોઈ સીમા નથી રહી. આ ઉપરાંત પ્રોમોની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

CID 6 વર્ષ પછી ફરીવાર ટચૂકડે પડદે જોવા મળશે
ટીવીનો ફેમસ શો CID ટૂંક સમયમાં 6 વર્ષ પછી ફરીવાર ટચૂકડે પડદે આવી રહ્યો છે. આ શો પહેલા કરતા વધુ શાનદાર બનવા જઈ રહ્યો છે. આ વખતે પણ તમને શોમાં ઘણા જૂના ચહેરા જોવા મળશે. CIDની પહેલી ઝલક હાલમાં જ જાહેર કરવામાં આવી હતી, જે થોડી જ વારમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. આ ટીઝર એસીપી પ્રદ્યુમન એટલે કે શિવાજી સાટમથી શરૂ થાય છે. તેઓ હંમેશની જેમ પોતાના ધમાકેદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે.

CIDના પ્રોમોએ ફરીથી દર્શકોને જૂના શોની યાદ અપાવી
CIDના રિલીઝના સમાચારથી ચાહકો ખૂબ જ ખુશ છે. CIDના પ્રોમોએ ફરીથી દર્શકોને જૂના શોની યાદ અપાવી છે. યુઝર્સ આના પર કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે, ‘અમને આશા પણ નહોતી કે આ શો ફરી આવશે.’ બીજાએ કમેન્ટ કરીને લખ્યું છે કે, ‘બાળપણની જૂની યાદો તાજી થશે.’ એકે લખ્યું છે કે, ‘મારા બાળપણનો ઓલ ટાઈમ ફેવરિટ શો.’ વળી બીજા એકે લખ્યું હતું કે, ‘વાહ, અમે આ શોની જ રાહ જોઈ રહ્યા હતા.’ કેટલાક ચાહકોએ કહ્યું છે કે, આ બ્લોકબસ્ટર શો હશે.

2018 સુધી આ શોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું
CIDની શરૂઆત વર્ષ 1998માં સોની ટીવી પર થઈ હતી. 2018 સુધી આ શોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. આ શો વર્ષોથી એક કલ્ટ સિરિયલ બની ગયો. લોકો હજુ પણ એસીપી પ્રદ્યુમન અને દયા જેવા તેના કલાકારો વિશે વાત કરે છે. હવે આ ચર્ચા ફરી વધી રહી છે, કારણ કે CID 6 વર્ષના લાંબા ગાળા બાદ સોની ટીવી પર વાપસી કરવા જઈ રહી છે. ગુરુવારે, સોની ટીવીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર CIDની નવી સીઝનનો પ્રથમ વીડિયો શેર કર્યો. જેમાં તમને એસપી પ્રદ્યુમન (શિવાજી સાટમ), ઈન્સ્પેક્ટર દયા (દયાનંદ શેટ્ટી) અને સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ)ની ઝલક જોવા મળશે. મેકર્સે ઈન્સ્ટા પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘તમારા કેલેન્ડર્સને માર્ક કરો, 26 ઓક્ટોબરે એક બ્લોકબસ્ટર પ્રોમો વીડિયો લોન્ચ કરવામાં આવશે.’ આ જાહેરાત બાદ ચાહકોનો ઉત્સાહ આસમાને છે.

CID 2માં આ સ્પાય થ્રિલર ટીવી શોમાં વધુ સસ્પેન્સ જોવા મળશે
જે રીતે રામાનંદ સાગરના પૌરાણિક શો ‘રામાયણ’ અને બીઆર ચોપરાના ‘મહાભારત’ને નાના પડદાની કલ્ટ સિરિયલ ગણવામાં આવે છે, એ જ રીતે ‘સીઆઈડી’ને પણ તે દરજ્જો મળ્યો છે. દરેક એપિસોડમાં CID ટીમ એક રસપ્રદ કેસના સસ્પેન્સને ઉકેલે છે, જેને ચાહકો જોવાનું પસંદ કરે છે. આશા છે કે, CID 2માં આ સ્પાય થ્રિલર ટીવી શોમાં વધુ સસ્પેન્સ જોવા મળશે.