#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી રૂપાણી સરકાર સામે મીમ્સ થી ઉભરાયું ટ્વીટર- અધધ પાંચ લાખ ટ્વીટ

હાલમાં ગુજરાત સરકારની રોજગારી આપવાના વાયદાને પોકળ સાબિત કરતું બેરોજગાર યુવાનોની વેદના ટ્વીટર પર છલકાઈ આવી છે. સવારથી બપોર સુધીમાં આ સમાચાર તમે વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં ૫ લાખ ૩૦ હજારથી વધુ વખત યુવાનો માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટર પર  #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી લખી ચુક્યા છે. યુવાનોનો રોષ પ્રકટ કરવા તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી કરી રહ્યા છે. આવો નજર કરીએ કેટલાક ટ્વીટ પર…

રાજ્યમાં વિવિધ પદો પર વિવિધ બાકી ભરતીઓ પર્ણ કરવા અંગે સરકાર જલદી કોઈ નિર્ણય લે તે માટે રાજ્યમાં શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ હેઠળ યુવાનોએ આચારસંહિતા લાગે તે પહેલા સ્પષ્ટતા કરવાની માગ કરી છે. આ આંદોલન હેઠળ રાજ્યમાં પેટા ચૂંટણીનું આયોજન કરતા પહેલા બાકી ભરતીઓ પૂરી કરવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે.

એક ટ્વીટર યુઝરે સરકારને આગામી ચૂંટણીમાં મતદાનના બહિશાક્રની ચીમકી આપી છે. પહેલા રોજગારી આપો બાદમાં ચૂંટણી કરજો તેવી વાત કરવામાં આવી છે.

આ ટ્રેન્ડ શરુ કરવામાં પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાનો હાથ હોવાનું સામે આવ્યુ છે. તેઓ એ તાજેતરમાં જ LRD ઉમેદવારોને થતા અન્યાય બાબતે આંદોલન છેડીને મહિલાઓને ન્યાય અપાવ્યો હતો. ત્યારે સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હવે બેરોજગાર યુવાનોની આગેવાની પણ પૂર્વ પાસ નેતા દિનેશ બાંભણીયા ને બેરોજગાર યુવાનો આપી શકે છે જેથી આંદોલનને એક દિશામાં આગળ વધારી શકાય.

એક ટ્વીટર યુઝરે અલગ અલગ નેતાઓએ આપેલા બેજવાબદાર નિવેદનોને વખોડતો એક ફોટો મુકીને સરકારનો કાન પકડ્યો છે.

એક યુઝર લખે છે, ભણેલા બધા રસ્તા ઉપર ઉતરી આંદોલન કરી ને હકક માંગે છે. અને અભણ લોકો ભણેલા ના નિર્ણય લ્યે છે. સમજી જાઓ, હજુ સમય છે, અધૂરી ભરતી તાત્કાલિક પુરી કરો. જો યુવાનો રાજનીતિ માં સામેલ થશે તો તમે હેરાન થઈ જશો.

એક યુવાને આગામી ચૂંટણીમાં ભાજપને નહી પણ કોન્ગ્ર્સને સમર્થન આપીશું તેવી આડકતરી વાત કરી છે.

એક યુવકે પ્રધાન મંત્રી મોદીની મનની વાત નો ઉલ્લેખ કરીને બેરોજગાર યુવાનની વાત તો સાંભળો તેવી રજૂઆત કરવામાં આવી છે.

એક યુવતી કહે છે કે અમારે તો સરકારની સીસ્ટમ નો ભાગ બનવું હતું નોકરી કરવી હતી પણ અમને સરકારે આંદોલનકારી બનાવી દીધા.

એક શ્લોક બનાવીને રોજગારી આપવાના બહાને સરકાર લાખોના ઘોટાલા કરી રહી છે તેવો આક્ષેપ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *