શરીર સુખ માણવા બોલાવી સુરતમાં હીરાના વેપારી પાસેથી મહિલાએ 3 લાખ રૂપિયા પડાવી લીધા- આ રીતે થયો પર્દાફાશ

રાજ્યમાં આવેલ સુરત શહેર જાણે ગુનાખોરીનું કેન્દ્ર બની ગયું હોય એવું જણાઈ રહ્યું છે. દરરોજ કોઈને કોઈ ઘટના સામે આવતી હોય છેત્યારે હાલમાં પણ આવા…

રાજ્યમાં આવેલ સુરત શહેર જાણે ગુનાખોરીનું કેન્દ્ર બની ગયું હોય એવું જણાઈ રહ્યું છે. દરરોજ કોઈને કોઈ ઘટના સામે આવતી હોય છેત્યારે હાલમાં પણ આવા જ એક પર્દાફાસને લઈ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં શરીર સુખ માણવા માટે ગ્રાહકોને બોલાવી પોલીસની ખોટી ઓળખ આપીને હની ટ્રેપમાં ફસાવી 3 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

આરોપી તરીકે મહિલા સહિત બે લોકોને પોલીસ દ્વારા ઓકળી પાડવામાં આવ્યા છે. હીરા વેપારીને ધાક-ધમકી આપનારને પોલીસ શોધી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મળેલ બાતમીને આધારે પકડી પાડેલ હની ટ્રેપ કેસના આરોપીઓની પૂછપરછમાં ગુના ઉકેલી શકાય એવી શક્યતા જણાઈ રહી છે.

મહિલા સહિત બે લોકો પકડાયા:
પુણા પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર વી.યુ.ગડરીયા જણાવે છે કે,સતત વધતા જતા ગુનાઓને ધ્યાનમાં લઈ હની ટ્રેપમાં સંડોવાયેલ ગેંગ સીતાનગર બ્રીજ ઉતરતા અંજની બુટભવાની નજીક જાહેર રોડ આવી રહી હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

જ્યાં ચીરાગભાઈ ગોબરભાઈ જાદવ ઉં.વ.24 (રહે-ઘરનં-82,રામકૃપા સોસાયટી રામરાજ્યની બાજુમા ગાયત્રીની બાજુમા કાર્પોદ્રા) સુરત શહેર મુળરહે-ગામ-ઉંચડી તા-મહુવા જી-ભાવનગર, તથા સનોબર ઉર્ફે સોનુ ઉર્ફે સોનલ ઉર્ફે ભારતી અદનાન મકરાણી ઉ.વ-27 (રહે-ઘરનં-19 ના પહેલા માળે આર.કે. વિદ્યાલયની સામે, સત્યનારાયણ સૌસાયટી પુણા ગામ) મુળરહે-ગામ-વેકરીયા પેન્સન,હનુમાન મંદિરની પાસે ગોંડલ તા-ગોંડલ જી-રાજકોટની ધરપકડ કરવામાં આવી હતી. 

આની સાથે જ એમની પાસેથી એક ઓટો રીક્ષા નં-GJ 05-CT-1959 કિમત 70,000 રૂપિયા સહીત 2 મોબાઈલ કિમત 16,000 મળીને કુલ કિમત 86,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

શરીર સુખના નામે ગ્રાહકોને ફસાવાતા હતા:
પોલીસ જણાવે છે કે, 5 ઓગસ્ટે મંજુબેન નામની મહિલાએ શરીર સુખ માણવા માટે એક હીરા વેપારીને ટેલિફોનિક સંપર્ક કરીને વિક્રમનગર સોસાયટી વિભાગ-1 ના મકાન-173 ના પહેલા માળે રૂમમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યારપછી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને 4 અજાણ્યા ઈસમોએ એને ધમકી આપી હતી.

પૂર્વ આયોજિત કાવતરું ઘડીને મંજુ નામની મહિલાએ પહેલાં 1,000 રૂપિયા પડાવી લીધા હતાં. ત્યારપછી એના સાથીદારોએ પોલીસની ખોટી ઓળખ આપીને ગાળ-ગાળી કરીને ધોલ-ઝાપટથી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને હાથમાં હાથકડી બાંધી દેવામાં આવી હતી.

વેપારીનું અપહરણ કરાયું:
વેપારીને જબરદસ્તી રૂમમાંથી પિસ્તોલની અણીએ અજ્ઞાત જગ્યાએ અપહરણ કરીને લઈ ગયાં હતાં. ત્યારપછી મિત્રો પાસેથી રૂપિયા 3 લાખ રૂપિયા મગાવી મંજુબેન, ભારતીબેન, હિરલબેન ઝાલા તથા દીલીપભાઈ ઝાલા બન્ને (રહે- વિક્રમનગર સોસાયટી વિભાગ 1 ના મકાન નં-173, ના પહેલા માળે પુણા) ફરાર થઈ ગયાં હતાં.

હીરાના વેપારીને હનિટ્રેપમા ફસાવીને 3 લાખ રૂપિયા પડાવી છેલ્લા 15 દિવસથી નાસતા ફરતા આરોપીઓમાંથી ટેપ કરતી મહિલા અને એક ઈસમ હાલમાં પોલીસના હાથમાં આવી ચઢ્યા છે. જેને કારણે અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાય તેવી આશા રહેલી છે.

મોડ્સ ઓપરેન્ડીમાં સામે આરોપીઓના નામ:

(1) નિતિનભાઈ રબારી

(2) ભારતીબેન અશોકભાઈ ગઢાદરા

(3) રાજુભાઈ ઉર્ફે મામા તથા

(4) મંજુબેન

(5) રાકેશ સોની તથા

(6) લલીત ઉર્ફે લાલી ભારૈયા તથા

(7) હિલંબેન ઝાલા અને તેમના પતિ

(8) દિલીપભાઈ ઝાલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *