યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, ચિંતામાં જ ગળેફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

Published on: 4:43 pm, Thu, 8 April 21

હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં ન્યુ સમા રોડ પર રહેતા 38 વર્ષના યુવક કોરોના પોઝિટિવ યુવકે બુધવારે બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ હતી. યુવકના આપઘાતથી પત્ની અને 2 બાકળો નોંધારા બન્યા હતા. ન્યુ સમા રોડ જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા હરિઓમ જગન્નાથ ઝા કોરોના સંક્રમિત થયા હતા. મંગળવારે તેમણે ડોકટરને બતાવ્યા બાદ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ ક્વોરેન્ટાઇન થવા જણાવવામાં આવ્યું હતું.

કોરોના સંક્રમિત થવાથી 38 વર્ષના હરિઓમ ભાઈ માનસિક રીતે પડી ભાંગ્યા હતા. બપોરે 4 વાગ્યાના અરસામાં ઘેર કોઇ ન હતું તે સમયે તેમણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ કામ માટે બહાર ગયેલા હરિઓમ ભાઈના પત્ની ઘરે પરત આવતા પતિને ગળે ફાસો ખાધેલી હાલતમાં જોઈ તે પણ ભાંગી પડયા હતા.

ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્રીત થઇ ગયા હતા. અને સમા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, હરિઓમ ભાઈ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં પત્ની સાથે રહેતા હતા. અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, તેમને 2 વર્ષ અને 6 વર્ષની ઉંમરના 2 બાળકો હતા.

લોકોમાં કોરોનાનો ડર
ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અને તેના કારણે લોકોમાં તેનો ડર પણ ખતરનાક રીતે વધી રહ્યો છે. એક તરફ મનોચિકિત્સકની ઓપીડીમાં દિવસેને દિવસે કોરોનાના ડરનો ભોગ બની રહેલા દર્દીઓની સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. તેના કારણે ચિંતા ગભરામણ, ધબકારા વધી જવા, ગભરામણ થવી જેવા અનેક લક્ષણો દેખાઈ રહ્યાં છે. ત્યારે ન્યુ સમા રોડ પર રહેતા 38 વર્ષના કોરોના પોઝિટિવ યુવક હરીઓમ જગન્નાથ ઝાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા હોબાળો મચી ગયો હતો.

કોરોનાને પગલે લોકોની માનસિક સ્થિતિ બગડી
કોરોનાના કહેર વચ્ચે લોકો માનસિક રીતે ભાંગી પડ્યા છે. માનસિક તણાવના કારણે લોકો શારીરિક અસ્વસ્થ થવા લાગ્યા છે. આ દરમિયાન શહેરના ન્યુ સમા રોડ પર આવેલી જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા હરિઓમ જગન્નાથ ઝા છેલ્લા કેટલા દિવસથી કોરોના સંક્રમિત થયા હતા. જોકે, તબીબી મુલાકાત બાદ કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેમને હોમ ક્વોરન્ટીન થવા જણાવવામાં આવ્યું હતું.

પત્ની બહાર ગઈ અને પતિએ આપઘાત કર્યો
કોરોના સંક્રમિત થયેલા 38 વર્ષના હરિઓમ ઝાએ કોરોના સંક્રમિત થતાં માનસિક તણાવમાં આવીને ઘરમાં જ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. કામ અંગે બહાર ગયેલા હરિઓમભાઈના પત્ની ઘરે પરત આવતા પતિને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોધાર આંસુએ રડી પડી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ ત્યાં એકત્ર થયા હતા.

પોલીસે આપઘાત પ્રકરણમાં તપાસ હાથ ધરી
પાડોશીઓ એકત્ર થઇ ગયા હતા અને ઘટના અંગે સમા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. અહી ઉલ્લેખનીય છે કે, હરિઓમ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં પત્ની સાથે રહેતા હતા. અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

મને કોરોના કેમ થયો તેમ બોલ્યો કરતો હતો
પોલીસ દ્વારા હરીઓમ ઝાની પત્નીની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મંગળવારે અસ્વસ્થતા જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. પોતે કોરોનાથી સંક્રમીત થયા હોવાનું જણાતા તેમને આઘાત લાગ્યો હતો અને ઘરમાં મને કોરોના કેમ થયો તેમ બોલતા રહેતા હતા. તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને બુધવારે બપોરે ઘરમાં કોઇ ન હતું. ત્યારે તેમણે પંખા સાથે રુમાલ બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેઓ ઘણા સમયથી મંજુસર જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.