જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 નીકળવાથી અલગ રાજ્ય તરીકેનો દરજ્જો પૂર્ણ થઇ ચુક્યો છે. જમ્મુ-કશ્મીર અને લદ્દાખનું કેન્દ્ર શસિત પ્રદેશોમાં વિભાજન કરી નાખવામાં આવ્યું છે. આર્ટીકલ 370 હટતાની સાથે જ કશ્મીરી યુવતીઓ સાથે લગ્ન કરવા તથા કશ્મીરમાં જમીન ખરીદવા જેવા જોક્સ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. થોડા રાજકારણીઓએ પણ આ અંગે વિવાદિત નિવેદન આપ્યાં હતાં. પરંતુ બિહારના બે ભાઈઓએ આ વાતને સાચી સાબિત કરીને દેખાડી છે અને કશ્મીરી બે સગી બહેનો સાથે લગ્ન કરી લીધા છે.
બિહારના બે ભાઈ પરવેઝ અને તબરેઝે કશ્મીરી બે યુવતીઓને ત્રણ વર્ષ ડેટ કરી અને હાલ લગ્ન કરી લીધા છે. એટલું જ નહીં તે બન્ને દુલ્હનને પોતાની સાથે સુપૌલ લાવ્યા છે. સમગ્ર મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે આ બન્ને ભાઈઓની તપાસ કરતાં કરતાં કશ્મીરી પોલીસ બિહાર પહોંચી અને બન્ને ભાઈઓની ધરપકડ કરી. એક ન્યૂઝની રિપોર્ટ મુજબ બન્ને ભાઈઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, એમણે બન્ને બહેનોનું અપહરણ કર્યું છે અને એમની મરજી વિરૂદ્ધ તે કશ્મીરી યુવતીઓને સુપૌલ લાવ્યા છે. પરંતુ એમની પત્નિઓનું કહેવું છે કે, તે લોકો નિર્દોષ છે અને બન્ને બહેનોએ પોતાની મરજીથી તેમની સાથે અહિંયા આવી છે.
યુવતીઓના પિતાને આ લગ્ન મંજૂર નહોતા માટે એમણે પોલીસ પાસે પોતાની બન્ને દિકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ બન્ને બહેનોને શોધતી શોધતી બિહાર પહોંચી. સ્થાનીક પોલીસની મદદથી કશ્મીરી પોલીસને યુવતીઓ અંગે માહિતી મળી અને પરવેઝ તથા તબરેઝની ધરપકડ કરી.
કશ્મીરમાં રાજ મિસ્ત્રીનું કામ કરનાર બન્ને ભાઈ પરવેઝ અને તબરેઝે જણાવ્યું કે, નાદિયા અને સાયનાને તેઓ ગત ત્રણ વર્ષથી પ્રેમ કરે છે અને બન્નેએ મુશ્લિમ રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે. બન્ને બહેનોએ પણ કોર્ટમાં આ અંગે નિવેદન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.