સુપ્રીમ કોર્ટના સૌથી મોંઘા વકીલ જેઠમલાણીનું નિધન. જાણો એક કેસ માટે કેટલી ફી લેતા ?

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. રામ જેઠમલાણી લગભગ એક અઠવાડિયાથી વધારે બીમાર હતા અને પલંગ પરથી…

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. રામ જેઠમલાણી લગભગ એક અઠવાડિયાથી વધારે બીમાર હતા અને પલંગ પરથી ઉભા થઈ શકે તેવી શારિરીક સ્થિતિ નહોતી. બીમારીના કારણે ઘણા કમજોર પણ થઈ ગયા હતા.

રામ જેઠમલાણીના પુત્ર મહેશે જણાવ્યુ કે તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે લોધી રોડ સ્મશાનમાં કરવામાં આવશે. મશહૂર વકીલ અને પૂર્વ કાનૂન મંત્રી રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે.

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. વકાલતની લગભગ 70 વર્ષની પોતાની કારકિર્દીમાં તેમણે કેટલાય મોટા કેસ લડ્યા. ઈન્દિરા ગાંધીના હત્યારાથી લઈને અફઝલ ગુરૂના કેસમાં પણ જેઠમલાણીએ જ પેરવી કરી હતી.

આ કારણે જેઠમલાણીને સૌથી મોંઘા વકીલ કહેવાતા.

આપને જાણીને કદાચ નવાઈ લાગશે કે રામ જેઠમલાણી એક કેસ માટે લગભગ 25 લાખ રૂપિયા ફી લેતા હતા. કેસ પ્રત્યે તેમની ધગશ જોતા ક્લાઈન્ટ તેમને ગમે તેટલી રકમ ચૂકવવા તૈયાર રહેતા હતા.

જેઠમલાણી દરેક કેસની સુનવણી માટે પણ અલગથી ચાર્જ કરતા હતા. કોર્ટમાં તેમની એક સુનાવણીની ફી લગભગ 10થી 20 લાખ રૂપિયાની વચ્ચે થતી હતી. રામ જેઠમલાણી સીનિયર વકીલ હોવાની સાથે-સાથે રાજ્યસભાના સાંસદ પણ હતા. તે અટલ બિહારી વાજપેયીની NDA સરકારમાં દેશના કાયદા મંત્રી પણ રહ્યા.

રાજકારણ અને વકાલત સિવાય તેમને રમતમાં પણ ખાસો રસ હતો. જેઠમલાણી બેટમિન્ટન જોવાનું અને રમવાનુ ઘણુ પસંદ કરતા હતા. તેમણે પોતાના સાંસદ નિવાસમાં પણ એક ઈનડોર બેડમિન્ટન કોર્ટ બનાવી રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *