મહારાષ્ટ્ર (Maharashtra)ના સોલાપુર (Solapur)ની જોડિયા બહેનો (Twins)ના એક જ વ્યક્તિ સાથે લગ્ન (marriage)નો વીડિયો વાયરલ(Viral video) થયો છે. આ પ્રેમ લગ્ન છે. આ લગ્નથી વરરાજો અને દુલ્હનો બંને ખૂબ જ ખુશ છે. તેમ છતાં પોલીસે વરરાજા સામે ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે વીડિયો સામે આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
View this post on Instagram
પોલીસે વરરાજા વિરુદ્ધ કલમ 494 હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં પતિ કે પત્ની જીવિત હોય ત્યાં સુધી કોઈ બીજા લગ્ન કરી શકે નહીં. આ માટે 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જણાવી દઈએ કે શુક્રવારે માલશિરસ તાલુકામાં થયેલા આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવકે 36 વર્ષની જોડિયા બહેનો સાથે લગ્ન કર્યા, જેઓ આઈટી એન્જિનિયર છે. તે જ સમયે, વર અને કન્યાના પરિવારના લોકોને આ લગ્ન સામે કોઈ વાંધો નથી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ પૂછી રહ્યા હતા કે આ લગ્ન માન્ય છે કે નહીં? જણાવવામાં આવી રહ્યું છે કે અતુલ માલશિરસ નામનો યુવક મુંબઈમાં ટ્રાવેલ એજન્સી ચલાવે છે. થોડા દિવસો પહેલા પિતાનું અવસાન થતાં છોકરીઓ તેમની માતા સાથે માલશિરસ તાલુકામાં રહેવા લાગી હતી.
યુવકે મદદ કરી હતી, ત્યારથી અફેર શરૂ થયું હતું:
એકવાર જ્યારે રિંકી અને પિન્કીની માતા બીમાર પડી ત્યારે બંનેએ તેને હોસ્પિટલ લઈ જવા માટે અતુલની કારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન અતુલ બંને જોડિયા બહેનોની નજીક આવ્યો હતો. બંનેએ અતુલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. શુક્રવારે બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ આ લગ્નનો એક વીડિયો વાયરલ થયો હતો. આ અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પોલીસે વરરાજા સામે ગુનો નોંધ્યો છે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.