શારીરિક સબંધ બાંધતા પહેલા છોકરીનું ‘હા’ બોલવું ફરજિયાત, જો મૌન રહેશે તો દુષ્કર્મ માનવામાં આવશે

7 જુલાઈ 2016 | સ્પેનના પેમ્પલોના શહેર (Pamplona, Spain), જ્યાં દર વર્ષે બુલ રેસ યોજાય છે. અહીં એક 18 વર્ષની છોકરી પર 5 લોકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરતી વખતે એક વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં મહિલા વાંધો ઉઠાવતી નહીં પણ મૌન જોવા મળી રહી છે.

વીડિયોને જોઈ કોર્ટે તેને દુષ્કર્મ ગણવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે છોકરી દુષ્કર્મનો કોઈ પુરાવો રજૂ કરી શકી ન હતી અને ન તો જાતીય કૃત્ય સામે સ્પષ્ટપણે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે પાંચેય આરોપીઓને દુષ્કર્મના નહીં પરંતુ માત્ર જાતીય સતામણી માટે દોષિત ઠેરવ્યા છે. તેને ‘વુલ્ફ પેક કેસ’ કહેવામાં આવતું હતું. કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.

6 વર્ષ પછી…
26 મે 2022 | સ્પેનિશ સંસદના નીચલા ગૃહમાં એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ અનુસાર, સ્પેનમાં પીડિતાને હવે સાબિત કરવાની જરૂર નથી કે તેના પર દુષ્કર્મ થયું છે. જો તેણે જાતીય કૃત્ય માટે સ્પષ્ટપણે સંમતિ ન આપી હોય, તો તેને દુષ્કર્મ ગણવામાં આવશે. મૌન રહેવું કે વિરોધ ન કરવો એ સંમતિ ગણાશે નહીં. આ બિલને ‘ઓન્લી યસ મીન્સ હા’ કહેવામાં આવી રહ્યું છે. નીચલા ગૃહ દ્વારા પાસ થયા બાદ હવે તેને સ્પેનની સેનેટમાં રજૂ કરવામાં આવશે.

‘ઓન્લી હા મીન હા’ બિલમાં શું છે?
26 મેના રોજ સ્પેનના નીચલા ગૃહમાં ગેરંટી ઓફ સેક્સ્યુઅલ ફ્રીડમ બિલ પસાર કરવામાં આવ્યું હતું. 201માંથી 140 સાંસદોએ તેના સમર્થનમાં મતદાન કર્યું હતું. હવે આ બિલ ત્યાંની સેનેટમાં રજૂ કરવામાં આવશે. અહીંથી પસાર થયા બાદ આ બિલ કાયદો બની જશે.

અને હવે વાત ભારતની… જાણો ભારતમાં સંમતિ વિના શરીર સબંધ પર કાનૂની સ્થિતિ શું છે?
આઈપીસીની કલમ 375 હેઠળ, આ સંજોગોમાં બનેલા શારીરિક સંબંધ દુષ્કર્મ ગણાશે.

સ્ત્રીની સંમતિ વિના, તેની સંમતિ વિના, એટલે કે તેની “હા”, બળજબરી દ્વારા, બળ દ્વારા અથવા માર મારવાથી, ધાકધમકી દ્વારા, ખોટી ઓળખ કરીને, છેતરપિંડી, જ્યારે સ્ત્રી નશામાં હોય, અથવા તેને નશો કરાવ્યો હોય, જ્યારે મહિલાનું માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય.

આઈપીસીમાં ‘સંમતિ’ શબ્દનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ મુજબ, જ્યારે કોઈ સ્ત્રી સ્પષ્ટપણે અને સ્વેચ્છાએ શબ્દો, હાવભાવ, બોલ્યા અથવા બોલ્યા વિના શારીરિક સંબંધ બનાવવા માટે ‘હા’ કહે છે, તો જ તેણીની સંમતિ માનવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *