નાના ભાઈને કરંટ લગતા મોત, આઘાતમાં મોટાભાઈએ પણ દુનિયાને કહ્યું અલવિદા , એક જ ચિતા પર થયા બંને ભાઈઓના અંતિમ સંસ્કાર

Two brothers died in Udaipur, Rajasthan: નાના ભાઈનું વીજ કરંટ લાગતા મોતનો આઘાત મોટા ભાઈ સહન કરી શક્યા ન હતા. ભાઈના મૃત્યુના 3 કલાક પછી જ મોટા ભાઈનું પણ અવસાન થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બંને સગા ભાઈઓની અર્થી એકસાથે ઊથી હતી. એ જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલો ઉદયપુરથી લગભગ 45 કિમી દૂર લસાડિયાનો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે લસાડિયાના બેડાસોટા ગામના રહેવાસી મોટા ભાઈ હુડા મીના (ઉંમર વર્ષ 53) પુત્ર અમરા મીના લાંબા સમયથી અસ્થમાથી પીડિત હતા. નાના ભાઈ લખમા મીના (ઉંમર વર્ષ 50)નું શનિવારે બપોરે 3 વાગ્યે કુવામાં વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. લખમા મોટર ચાલુ કરવા કૂવામાં ગયા અને ત્યારે કરંટ લાગ્યો હતો. 

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. હુડા મીનાને આ અંગે માહિતી મળી હતી. તે આ દુ:ખ સહન ન કરી શક્યો. હુડા મીનાનું પણ માત્ર ત્રણ કલાક પછી એટલે કે સાંજે 6 વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. બંનેનો પરિવાર ખેતી પર નિર્ભર છે. મોટા ભાઈ હુડા મીનાને ત્રણ પુત્ર અને બે પુત્રી છે. આમાંથી બે પુત્રો મજૂરી કામ કરે છે. નાના ભાઈ લખમાને બે પુત્ર અને બે પુત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *